ચૂંટણી પૂર્વે રોગચાળો વકર્યો:રાજકોટમાં ડેન્ગ્યુએ બેવડી સદી ફટકારી, સપ્તાહમાં 13 દર્દી નોંધાયા, ચિકનગુનિયાના નવા 3 કેસ નોંધાતા ફફડાટ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

ગુજરાતભરમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે રાજકોટ શહેરમાં ડેન્ગ્યુએ બેવડી સદી ફટકારી છે. સપ્તાહમાં નવા 13 કેસ દાખલ થતા કુલ દર્દીનો આંકડો 211 થયો છે. તો ચિકનગુનીયાના નવા 3 નોંધાતા ફફડાટ ફેલાયો છે. મનપાની આરોગ્ય અને મનપા શાખાએ આજે જાહેર કરેલી વિગત મુજબ તા.7-11થી તા.13-11 દરમ્યાન ચિકનગુનીયાના નવા 3 કેસ આવતા આ વર્ષમાં નોંધાયેલા કુલ દર્દીનો આંકડો 24 ઉપર પહોંચ્યો છે. એડીસ મચ્છરથી ફેલાતા અને દિવસે કરડતા મચ્છરથી લાગતો ડેંગ્યુનો રોગચાળો પણ યથાવત રહ્યો છે.

સિઝનલ રોગચાળાના કેસ યથાવત
મિશ્ર ઋતુમાં શરદી-ઉધરસના 245, સામાન્ય તાવના 41 અને ઝાડા-ઉલ્ટીના 52 દર્દી નોંધાયા છે. આમ સિઝનલ રોગચાળાના કેસ પણ યથાવત રહ્યા છે. દરમ્યાન વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.7 થી તા.13 દરમ્યાન 70,309 ઘરોમાં પોરાનાશક તથા 1784 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. મચ્છરની ઘનતા વઘુ હોય તેવા વિસ્તારોને વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે.

આ સ્થળો પર ફોગીંગ કરાયું
જેમાં તિરૂપતિ બાલાજી, તિરૂપતિ પાર્ક, ગણેશ પાર્ક - 1, 2, લોકમાન્ય તિલક ટાઉનશીપ, કરણપરા શેરી નં. 33 અને 35, જંકશન પ્લોટ શેરી નં. 3 અને 10, ડો. હેડગેવાર ટાઉનશીપ (રેલનગર), ભગિની નિવેદિતા ટાઉનશીપ (રેલનગર), છત્રપતિ શિવાજી ટાઉનશીપ (રેલનગર), ઝાંસીની રાણી ટાઉનશીપ, કાંતિવીર ખુદીરામ બોઝ ટાઉનશીપ, શ્યામજી કૃષ્ણ વર્મા ટાઉનશીપ, ગુંદાવાડી-2, એલ.આઇ.સી. ઓફિસની આસપાસનો વિસ્તાર, ગુલાબ વાટીકા સોસા., મુંજકાગામ આખુ તથા શ્યામ પ્રસાદ મુસર્દી આવાસ તથા નવા રીંગ રોડ સુઘી, દાદી પાર્ક, મઘુરમ પાર્ક, ગુલાબનગર, શ્રી વસુંઘરા રેસીડેન્સી, કેનાલ રોડ, બેકબોન રેસીડેન્સી વિંગ-એ તથા આજુબાજુનો વિસ્તાર, ભવનાથ પાર્ક શેરી નં. 9 થી 14, માટેલ સોસા., સ્વામીનારાયણ પાર્ક, માઘાપર ઇન્ડ. ઝોન, ભવનાથ પાર્ક , પારસ સોસો., રંગીલા પાર્ક વિસ્તારોનો સમાવેશ થાય છે.

498 સ્થળો પર મચ્છરની ઉત્પતિ મળતા નોટિસ ફટકારાઇ
ડેંગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે હેઠળ રહેણાંક સિવાય અન્ય 544 પ્રીમાઇસીસમાં મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરીને 498 રહેણાંક અને કોર્મશીયલ 121 આસામીને નોટીસ આપવામાં આવેલ છે. ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોકથામ માટે નાગરિકોએ ઘર અંદર અને નજીકમાં સંપૂર્ણ સ્વચ્છતા જાળવવા, વરસાદી પાણીનો નિકાલ કરવા સહિતની તકેદારી રાખવા આરોગ્ય વિભાગે અપીલ કરી છે.