તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:આજી નદીમાં ડિમોલિશન અટકાવવા રજૂઆત, કમિશનર કહે નહિ અટકે

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નદીના કાંઠે થયેલા દબાણો દૂર કરવાનું અભિયાન શરૂ કરાતા વિરોધ
  • દબાણ ન ચાલે, ખાલી કરવું પડશે વૈકલ્પિક વ્યવસ્થા નથી : કમિશનર

રાજકોટના આજી નદીના કાંઠે રહેતા પરિવારોને 7 દિવસમાં ઘર ખાલી કરવાની નોટિસ અપાઈ છે અને આ મકાનો દૂર કરી બીજા કામો શરૂ કરવાના છે. જોકે નોટિસ મળતા જ રહેવાસીઓ મનપા કચેરીએ રજૂઆત કરવા પહોંચી ગયા હતા અને બીજા દિવસે કોંગ્રેસે પણ રજૂઆત કરી હતી. જોકે આ મામલે મનપા દબાણ દૂર કરવાનો મક્કમ ઈરાદો ધરાવે છે તે સ્પષ્ટ થયું છે.

ડિમોલિશન અટકાવવાની રજૂઆત મામલે કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, ‘સરકારી જમીન પર દબાણ યોગ્ય નથી તેથી તે દૂર કરવાના જ રહેશે. આવી કોઇ રજૂઆત ગ્રાહ્ય રહેશે નહિ, જગ્યા ખાલી થશે તેની કોઇ વૈકલ્પિક વ્યવસ્થા નથી’ રહેવાસીઓએ રજૂઆત કરી છે કે તેમને આવાસ યોજનામાં ઘર ફાળવી દેવાય આ મુદ્દે કમિશનરે જવાબ આપ્યો હતો કે, ‘તે રહેવાસીઓને આવાસ મળવાપાત્ર નથી.’

‘35 વર્ષથી રહીએ છીએ, ચોમાસા ટાણે બેઘર ન કરો, આવાસમાં ક્વાર્ટર આપો’
નવયુગપરામાં રહેતા ધર્મેશ રાઠોડ જણાવે છે કે, તે વિસ્તારમાં 100થી વધુ પરિવાર છેલ્લા 35 વર્ષથી રહે છે. ત્રણ મહિના પહેલા મનપાએ પાણી વેરો પણ ભરાવ્યો હતો. નોટિસ વિશે કહ્યું કે, ‘ગરીબ પરિવારો મજૂરી કરીને રોજી રોટી ચલાવે છે પણ હવે તે પણ મળતી નથી અને બાળકો અને વૃદ્ધો પરેશાન થઈ ગયા છીએ. આવા સમયે સહાય કરવાને બદલે છત્રછાયા પાડવાની નોટિસ આપી છે.

હાલ કોરોના અને મ્યુકરમાઈકોસિસ જેવી મહામારી છે અને ચોમાસું પણ નજીક આવી રહ્યું છે તો આવા સમયે બેઘર ન કરે તેવી વિનંતી કરાઈ છે. આવાસ યોજનામાં ક્વાર્ટર અપાશે ત્યારે બધા મકાન ખાલી કરીશું’.

અન્ય સમાચારો પણ છે...