તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેમ્પ:ડાંગ, આહવા અને વલસાડની ઔષધીય વનસ્પતિઓનું રાજકોટમાં પ્રદર્શન, ફેફસાંમાંથી જર્મ્સ કાઢવા અને ઈમ્યુનિટી વધારવામાં કારગત

રાજકોટ10 દિવસ પહેલા
રાજકોટમાં ઔષધીય વનસ્પતિઓનું પ્રદર્શન.
  • ત્રણેય વિસ્તારના 350 જેટલાં આદિવાસી વૈદુ ભગતોનો રાજકોટ રેસકોર્સમાં 7 દિવસનો કેમ્પ

રાજકોટમાં એક હજાર ઔષધીય વનસ્પતિઓના જાણકાર આદિવાસી વેદુ ભગતો દ્વારા રેસકોર્સમાં 7 દિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 5 ફૂટની જંગલી આંબલી આકર્ષણનું કેન્દ્ર બની છે. ડાંગ, આહવા અને વલસાડની ઔષધીય વનસ્પતિઓ ફેફસાંમાંથી જર્મ્સ કાઢવામાં અને ઈમ્યુનિટી વધારવામાં કારગત હોવાનું આદિવાસી વૈદુ ભગતો જણાવી રહ્યાં છે.

વર્ષ દરમિયાન ડાંગના લોકોને કોરોનાની ઓછી અસર પહોંચી
કહેવાય છે કે, વર્ષભરના કોરોના કહેર વચ્ચે ડાંગના સ્થાનિક રહેવાસીઓમાંથી જૂજ લોકોને જ અસર પહોંચી છે. સુરત તરફથી આવેલા બહારના લોકોએ થોડું ઘણું સંક્રમણ ફેલાવ્યું એ વાત અલગ છે. વ્યાપક મહામારી છતાં તેમનાં સુરક્ષિત રહી શકવા પાછળનો રાઝ છે ત્યાંની નૈસર્ગિક રહેણીકરણી અને પારંપરિક ઉપચાર પદ્ધતિ. દાવાઓ કેટલાં સાચા અને કેટલી અતિશ્યોક્તિ,એ તો ચકાસણીનો વિષય છે. પરંતુ એક હજાર જેટલી વનૌષધિઓના જાણકાર વૈદરાજોએ સાત દિવસ રાજકોટ આવી કેમ્પનું આયોજન કર્યુ છે.

5 ફૂટની જંગલી આંબલી આકર્ષણનું કેન્દ્ર બની.
5 ફૂટની જંગલી આંબલી આકર્ષણનું કેન્દ્ર બની.

વૈદુભગતો દરેક રોગની સારવારમાં માહીર હોવાની વાત
ડાંગ, આહવા અને વલસાડની ઔષધીય વનસ્પતિઓનું પ્રદર્શન અગાઉ 2019માં અમદાવાદ અને 2020માં સુરત ખાતે યોજાઈ ગયા બાદ સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ રાજકોટના રેસકોર્સ મેદાન પર યોજાયું છે. તેમાં આ ત્રણેય વિસ્તારના 350 જેટલાં આદિવાસી વેદુ ભગતો રાજકોટ આવ્યા છે. આ વેદુભગતો દરેક રોગની સારવારમાં માહીર હોવાનું કહેવાય છે. કેટલાંક દ્રષ્ટાંતો જોઈએ તો મણકો ખસી ગયો હોય કે ગાદી પર સોજો હોય તેમને અડધો કલાકના ક્લિનિકલ મસાજથી સ્થળ પર જ ફેર પડી જતો જાય અને રૂ. 3 હજાર પ્રતિ લિટરના ભાવવાળાં માલકાંગણીનાં તેલની માલીશ કર્યે પક્ષઘાતના દર્દીઓને પણ સારી એવી રાહત થતાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

રેસકોર્સમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
રેસકોર્સમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

તાવ, અછબડા, પેટની જૂની બીમારી મટાડે છે
ફેફસાંમાંથી જર્મ્સ કાઢી નાખવામાં અને ઈમ્યુનિટી વધારવામાં કારગત એવો ઉકાળો લોકડાઉન દરમિયાન હજારો લોકોને પીવડાવ્યા બાદ હાલ આ પ્રદર્શનમાં પણ વિનામૂલ્યે વિતરિત કરવામાં આવી રહ્યો છે. તાવ, અછબડા, પેટની જૂની બીમારી મટાડવા વિધારી કંદ અને જંગલી કેળાં, પાંચ ફૂટની જંગલી આંબલી, કેન્સર કે સર્પદંશની મારક ઔષધિ વગેરે સાથે આવેલા વૈદુ ભગતો હાલ રાજકોટ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો