રાજકોટ શહેરમાં હાઈરાઈઝ બિલ્ડીંગ દિવસેને દિવસે બની રહી છે. નવા નવા બિલ્ડીંગો નિર્માણ પામી રહ્યા છે. આવા બિલ્ડીંગોને ફાયરની સુવિધા મળે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મુંબઇથી 81 મીટરના હાઈડ્રોલિક પ્લેટફોર્મને ખરીદવામાં આવ્યું છે. આજે વિશ્વ અગ્નિશમન દિવસના ઉપક્રમે મનપા દ્વારા ગગનચુંબી ઈમારતોમાં આકસ્મિક સંજોગોમાં 23 માળ સુધી પહોંચી શકે એવા આ હાઈડ્રોલિક પ્લેટફોર્મનું ડેમોસ્ટ્રેશન રાખવામાં આવ્યું હતું.
20.12 કરોડના ખર્ચે હાઈડ્રોલિક પ્લેટફોર્મ ખરીદ્યું
શહેરમાં દિનપ્રતિદિન વસ્તી અને વિસ્તારમાં ખુબજ વધરો થયો છે. ફાયરની સર્વિસ છેવાડાના માનવી સુધી મળી રહે. તે માટે ફયર બ્રિગેડ વિભાગ માટે તબક્કાવાર જુદા જુદા સાધનોની ખરીદી કરવામાં આવી રહી છે. શહેરમાં નિર્માણ પામી રહેલ હાઈરાઈઝ બિલ્ડિંગોને ફયરની સુવિધા મળે તે માટે રૂ.20.12 કરોડના ખર્ચે 81 મીટર હાઈડ્રોલિક પ્લેટફેર્મ ખરીદવામાં આવેલ છે.અત્યાર સુધી ફાયરબ્રિગેડની પહોંચ 14 માળ સુધી હતી. આ નવા સાધનને કારણે 23 માળ સુધી ફાયર ફાયટીંગ થઈ શકશે.
શા માટે વિશ્વ અગ્નિશમન દિવસ ઉજવાય છે
વિશ્વ અગ્નિશમન દિવસની ઉજવણી પાછળના હેતુની વાત કરીએ તો તા.14મી એપ્રિલ 1944ના રોજ મુંબઈ ડોડ્યાર્ડ માં વિસ્ફોટક ભરેલ દારૂગોળો તથા અન્ય અતિ જ્વલંતશીલ માલ સામાન ભરેલ એક “એસ. એસ. ફોર્ટ સ્ટાઈકીન” બ્રિટીશ માલવાહક જહાજમાં ભયંકર ધડાકા સાથે આગ લાગી હતી. આ આગ બુઝાવાની કામગીરી દરમ્યાન મુંબઈ ફાયર બ્રિગેડના 66 જવાનોએ લોક સલામતી કાજે પોતાના જાનની પરવાહ કર્યા વગર દેશની માલ મિલકતનું રક્ષણ કરવા પોતાની જાનનું બલિદાન આપ્યું હતું. સાથે 300થી વધારે અન્ય લોકો પણ આ ધડાકાનો ભોગ બન્યા હતા.
લોકોનું રક્ષણ કરવા પ્રાણની આહુતિ આપી
કુદરતી હોનારતો અને માનવસર્જીત હોનારતોમાં લોકોનાં જાન-માલ નું રક્ષણ કરવા પોતાના જાન ન્યોછાવર કરી પ્રાણની આહુતિ આપી. ફાયર બ્રિગેડનું ગૌરવ વધારનાર નામી-અનામી શહીદોની યાદમાં ભારત સરકારના આદેશથી દર વર્ષે 14મી એપ્રિલ ને “અગ્નિશમન સેવા દિન” તરીકે મનાવી અગ્નિશમન સેવાનાં તમામ નામી-અનામી વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.