કામગીરી:ડિમોલિશન ઝડપી બનાવી આવાસ ફાળવી દેવાશે : મેયર

રાજકોટ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોઇ પ્રોજેક્ટ નક્કી હતા નહીં અને એજન્સીને ખટાવવા ચાર વર્ષ પહેલા બનાવાયાં આવાસ

રાજકોટ મહાનગરપાલિકામાં એવા ઘણા કામો છે જે પ્રજાના હિતમાં જરૂરી છે પણ તેને બદલે અમુક અધિકારીઓ પોતાના મળતિયાઓના હિત માટે કરે છે તેવું જ આંબાવાડીમાં બનાવેલા સ્માર્ટઘર આવાસના કિસ્સામાં થયાનો પર્દાફાશ ભાસ્કરે કરતા હવે ફાળવણીની પ્રક્રિયા ઝડપી બનાવવા નિર્ણય લેવાયો છે. શહેરના ઉપલાકાંઠે આવેલી આંબાવાડી આવાસ યોજના બનેલી છે પણ ત્યાં હજુ સુધી કોઇ રહેવા નથી આવ્યું કારણ કે આ ટેનેબલ સ્કીમ હેઠળ આવે છે એટલે કે નદીકાંઠાના સ્લમ વિસ્તારોને ફાળવવાના હોય છે.

2016માં આજી રિવરફ્રન્ટ, લાલપરી અને રાંદરડા રીડેવલપમેન્ટ કે જે હજુ માત્ર કાગળ પર જ હતા તે બની જ જશે તેવું દર્શાવીને આવાસશાખાના ટેક્નિકલ વિભાગે ગ્રાન્ટ મંજૂર કરી આવાસ બનાવી નાખ્યા હતા અને સરકારની 7 કરોડની ગ્રાન્ટ વાપરી નાખી હતી. ત્યારથી અત્યાર સુધી એક પણ ફ્લેટ ફાળવાયો નથી કારણ કે, આ એકપણ પ્રોજેક્ટ આગળ વધ્યા જ નથી.આ બેદરકારી બહાર પાડ્યા બાદ તંત્રને ધ્યાન આવતા મેયર ડો. પ્રદીપ ડવે જણાવ્યું છે કે આજી રીવરફ્રન્ટને મંજૂરી મળી ગઈ છે. એટલે હવે ઝડપથી કામ ચાલુ થશે તેથી ડિમોલિશન માટે ઝડપથી કાર્યવાહી કરી તુરંત જ આવાસ જે તે લાભાર્થીઓને ફાળવી દેવાશે.

અન્ય સમાચારો પણ છે...