વન વીક વન રોડ ઝુંબેશ:રાજકોટમાં 42 જગ્યાએ ડિમોલિશન હાથ ધરી છાપરા તોડી 368 ચો.મી. જગ્યા ખુલ્લી કરી, ખાણીપીણીના 7 ધંધાર્થીને લાયસન્સ અંગે નોટિસ

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમૂલ પાર્લરને લાયસન્સ બાબતે નોટિસ  ફટકારવામાં આવી હતી. - Divya Bhaskar
અમૂલ પાર્લરને લાયસન્સ બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી.
  • આજે રામાપીર ચોકડીથી લાખના બંગલાવાળા રોડ સુધી કામગીરી
  • જાહેરમાં કચરો ફેકનાર કે ગંદકી કરનાર 4 આસામીને 1000નો દંડ

રાજકોટ મનપાએ શહેરને સ્માર્ટ સિટી અંતર્ગત ટ્રાફિક મૂવમેન્ટ સરળ થાય અને રાહદારીઓને થતી મુશ્કેલીઓના નિવારણ માટે મુખ્ય 48 માર્ગો પર વન વીક, વન રોડ ઝુંબેશ હાથ ધરી છે. જેમાં આજે વેસ્ટ ઝોનમાં રામાપીર ચોકડીથી લાખના બંગલાવાળા રોડ પર અલગ અલગ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા 42 જગ્યા પર રસ્તા અને પાર્કિંગમાં ગેરકાયદેસર છાપરા તોડી પાડવામાં આવ્યા હતા. જેમાં 368 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. તેમજ ફૂડ શાખાએ ખાણીપીણીના 25 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કરતા 7 ધંધાર્થીને લાયસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી.

ફૂડ શાખાની કામગીરી
વન વીક વન રોડ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના રામાપીર ચોકડીથી લાખના બંગલાવાળા રોડ વિસ્તારમાં આવેલી ખાણીપીણીના ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 25 ફૂડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન 7 પેઢીને લાયસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી..

ખાણીપીણીના 7 ધંધાર્થીને લાયસન્સ બાબતે નોટિસ કરાઇ
1. દીનદયાલ પ્રધાનમંત્રી જનૌષધિ- લાયસન્સ બાબતે નોટિસ
2. મહાદેવ અમૂલ પાર્લર- લાયસન્સ બાબતે નોટિસ
3. લક્ષ્મી મેડિકલ સ્ટોર- લાયસન્સ બાબતે નોટિસ
4. શીલુ પ્રોવિઝન એન્ડ જનરલ સ્ટોર- લાયસન્સ બાબતે નોટિસ
5. પ્રમુખ ડીલક્ષ પાન એન્ડ કોલ્ડ્રિંક્સ- લાયસન્સ બાબતે નોટિસ
6. શ્રી ખોડિયાર પાન એન્ડ કોલ્ડ્રિંકસ- લાયસન્સ બાબતે નોટિસ
7. મહાવીર જનરલ સ્ટોર એન્ડ આઇસક્રીમ પાર્લર- લાયસન્સ બાબતે નોટિસ.

ઠંડાપીણાં-બેવરેજીસનું વેચાણ કરતાં ધંધાર્થિઓની ચકાસણી કરાઈ
1. મુંબઈ સ્નેક્સ
2. SR લાઈવ પફ
3. પાજી સોડા શોપ
4. પટેલ પાન એન્ડ કોલ્ડ્રિંકસ
5. ક્રિષ્ના પાન એન્ડ કોલ્ડ્રિંકસ
6. રાધે પાન એન્ડ કોલ્ડ્રિંકસ
7. બાલાજી પાન એન્ડ કોલ્ડ્રિંક્સ
8. ગુજરાત કોલ્ડ્રિંક્સ
9. રાજ પાઉંભાજી
10. ડાભી પાન
11. ડીલક્ષ પાન
12. બોમ્બે હોટેલ
13. ડોડીયા પાન
14. પાજી સોડા
15. ડીલક્ષ પાન
16. ભગત પાઉંભાજી
17. રાધે પાન એન્ડ કોલ્ડ્રિંકસ

13 આસામીઓને 6 હજારનો દંડ
વન વીક વન રોડ અંતર્ગત વેસ્ટ ઝોનમાં રામાપીર ચોકડીથી લાખના બંગલાવાળા રોડ પર જાહેરમાં કચરો ફેકનાર કે ગંદકી કરવા બદલ 4 આસામીઓ પાસેથી રૂ.1000, કચરાપેટી કે ડસ્ટબીન ન રાખવા બદલ 1 આસામી પાસેથી રૂ. 500, પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખવા કે ઉપયોગ કરવા બદલ 8 આસામીઓ પાસેથી રૂ. 4500નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો. આમ કુલ 13 આસામીઓ પાસેથી રૂ. 6000નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...