ડિમોલિશન:મવડીમાં મનપાના પ્લોટ પર બનતા ગેરેજ પર ડિમોલિશન

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દબાણ કરનાર સ્થળ છોડી ભાગી ગયો, કાચા ચણતર પર ફર્યું બુલડોઝર

મવડીના બાપા સીતારામ ચોકમાં સોરઠિયા પાર્ક વિસ્તારમાં મનપાના પ્લોટમાં ગેરકાયદે ગેરેજ ખડકાઈ રહ્યું હતું. જેના પર શનિવારે સવારે મનપાની ટી.પી. શાખાએ ડિમોલિશન કરી નાખ્યું છે અને દબાણકર્તા પણ ભાગી ગયો હતો.

ટી. પી. શાખાના અધિકારી રાજેશ મકવાણાએ જણાવ્યું હતું કે, સોરઠિયા પાર્કમાં આવાસ યોજનાના હેતુ માટેના ટી.પી. પ્લોટમાં કોઇ શખ્સે એક ઓરડી બનાવી શેડ બની રહ્યો હતો તેવામાં ટી.પી. શાખાની નજર જતા જ નોટિસ ફટકારી દીધી હતી. નોટિસ આપીને ડિમોલિશનની કાર્યવાહી કરાઈ હતી જોકે સ્થળ પર કોઇ હાજર જોવા મળ્યું ન હતું અને પ્લોટ ખુલ્લો કરી દેવાયો છે.

અધિકારીએ જણાવ્યું હતું કે ટી.પી. સ્કીમ નં.21-મવડી, એફ.પી.નં. 58/એ, ‘એસ.ઈ.ડબ્લ્યુ.એસ.એચ.’ હેતુનો પ્લોટ હતો તેનું ક્ષેત્રફળ 150 ચોરસ મીટરનું છે. હાલ તે સ્થળ પર અંદાજિત ભાવ 60000 પ્રતિ ચો. મીટર(50,000 વાર)ના ગણતા જમીનની કિંમત 90 લાખ રૂપિયા જેટલી થાય છે.

અન્ય સમાચારો પણ છે...