કામગીરી:મનપાનું ડિમોલિશન, રૂ. 59 કરોડની જમીન દબાણ મુક્ત

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કિડની હોસ્પિટલ પાસે 33 કાચા પાકા ઝૂંપડાં, મકાન પર બુલડોઝર ફરી વળ્યું

રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખાની ટીમે ગત માસે કિડની હોસ્પિટલ પાછળ, રૈયાધાર અને તોરલપાર્ક રોડ પર ડિમોલિશન કરી કરોડો રૂપિયાની જગ્યા ખુલ્લી કરાવી હતી. ડિમોલિશન બાદ મનપાના બાંધકામ વિભાગે ખુલ્લા થયેલા પ્લોટ ફરતે ફેન્સિ઼ગ નહીં કરતા ફરી ત્યા દબાણ થઇ ગયા હતા જેના પગલે ટી.પી. શાખાએ ફરી ડિમોલિશન કરી 59 કરોડની જમીન ખુલ્લી કરાવી હતી. વેસ્ટ ઝોન વિસ્તાર પૈકી વોર્ડ નં. 10 માં ત્રણ અનામત પ્લોટમાં અગાઉ દબાણ દૂર કરવામાં આવ્યું હતું, જેમાં ફરીથી દબાણ શરૂ થતા તે શુક્રવારે ફરી ડિમોલિશન કરવામાં આવ્યું હતું.

ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી. સાગઠિયાએ જણાવ્યું હતું કે ટી.પી. સ્કીમ નં.16 રૈયા ખાતે વાણિજ્ય વેચાણ માટે અનામત 4776 ચોરસ મીટરના પ્લોટમાં 15 ઝૂંપડાં, તોરલ પાર્ક રોડ પાસે આવાસ યોજના હેતુના 2221 ચોરસ મીટર જમીનમાંથી બે ઝૂંપડા, નાના મવા ટી.પી. સ્કીમ નં. 5માં ખુલ્લી જમીન હેતુના 456 ચોરસ મીટરના પ્લોટમાં ત્રણ ઝૂંપડાં, મકાન અને શાંતિનગર રૈયાધાર પાસે 13 કાચા પાકા મકાનોનું ડિમોલિશન કરી રૂ.596240000ની જમીન ખુલ્લી કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...