કામગીરી:22 કરોડનો પ્લોટ હજમ થાય તે પહેલા મનપાનું ડિમોલિશન

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વોર્ડ નં. 3માં રેલનગરમાં વાણિજ્ય હેતુના પ્લોટમાં થયા દબાણ, 3712 ચો.મી. જગ્યા ખુલ્લી કરાઇ

રાજકોટ મહાનગરપાલિકાના પ્લોટમાં અનેક જગ્યાએ દબાણ થઈ ગયા છે. એકવખત દબાણ થઈ જાય ત્યારબાદ તેના પર કાર્યવાહી કરવામાં મનપા ઊણી ઉતરતા અનેક પ્લોટ દબાણગ્રસ્ત છે તેથી દબાણ શરૂ થાય તે પહેલા જ ડિમોલિશન કરીને જગ્યા ખુલ્લી રાખવા પ્રયત્ન કરી જૂની નિષ્ફળતાઓ છુપાવવા પ્રયાસ થાય છે. રેલનગરમાં આવું જ એક દબાણ થાય તે પહેલા જ હટાવીને 22 કરોડની જગ્યા ખુલ્લી કરાવાઈ છે.

મહાનગરપાલિકાની ટી.પી. શાખાના જણાવ્યા અનુસાર શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં વોર્ડ નં. 3માં ટી.પી. નં. 19ના પ્લોટ નં. 25એ કે જે રેલનગરના સમર્પણ પાર્ક સોસાયટી મેઈન રોડ પર આવેલો છે તે મનપાનો વાણિજ્ય હેતુનો પ્લોટ છે. આ પ્લોટમાં અજાણી વ્યક્તિઓ દ્વારા મકાનનું બાંધકામ ચાલુ કરી દેવાયું હતું અને પ્લીન્થ સુધી ચણાઈ ગયું હતું તેવામાં માહિતી મળતાં જ વિજિલન્સ સાથે ટી.પી. શાખા પહોંચી હતી અને મકાનોનું બાંધકામ તોડી અધધ 22 કરોડ રૂપિયાની 3712 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...