તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિઝનેસ:ડિમાન્ડ સિંગદાણામાં નીકળી અને સિંગતેલના ભાવમાં 40નો વધારો

રાજકોટ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સિંગતેલનો ડબ્બો 2500 એ પહોંચશે, કપાસિયાના ભાવમાં રૂ.15નો ઉછાળો

સિંગતેલની સિઝન પૂરી થવાની તૈયારીમાં છે ત્યારે પણ લોકોને ઊંચા ભાવનું સિંગતેલ ખાવું પડી રહ્યું છે.સોમવારે સિંગતેલમાં રૂ.40નો અચાનક ઉછાળો આવ્યો હતો અને આ સાથે સિંગતેલનો ડબ્બો રૂ.2500 એ પહોંચવામાં માત્ર રૂ.30નું જ છેટું રહ્યું છે. સિંગતેલની સાથે સાથે કપાસિયા અને પામોલીન તેલમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. સિંગતેલના ભાવવધારાનું કારણ વેપારીઓએ સિંગદાણામાં ડિમાન્ડ નીકળી હોવાનું જણાવ્યું હતું.

સોમવારે ઉઘડતી બજારે સિંગતેલ લૂઝમાં ઊંચા ભાવ પડતા રૂ.1470-1475 ના ભાવે સોદા થયા હતા.જેમાં સામાન્ય ટેન્કરના કામકાજ નોંધાયા હતા. જ્યારે કપાસિયા વોશમાં પણ ઉછાળો રહેતા રૂ.1110-1115ના ભાવે સોદા થયા હતા. કપાસિયા તેલમાં રૂ.15નો ભાવવધારો થયા બાદ કપાસિયા તેલનો ડબ્બો રૂ.1905-1935 થયો હતો. મગફળીની સિઝન હવે પૂરી થવાની તૈયારીમાં છે. જ્યારે નવી આવક કરવામાં આવે છે ત્યારે માંડ 40થી 50 હજાર ગુણીની આવક થઈ રહી છે.

ડિમાન્ડ નીકળતા આવક થઈ હોય એ જ દિવસે મગફળીનો નિકાલ થઈ જાય છે પરિણામે પડતર મગફળી બહુ ઓછી રહે છે. વેપારીઓના જણાવ્યાનુસાર સિંગદાણામાં ડિમાન્ડ નીકળી હોવાથી મગફળીના ભાવ વધી રહ્યા છે. તેની સાથે સિંગતેલના ભાવમાં ઉછાળો આવી રહ્યો છે. મુખ્ય તેલની સાથે સાથે સાઈડ તેલમાં પણ ભાવવધારો આવ્યો હતો અને પામોલીન તેલનો ડબ્બો રૂ.1815-1820 નો થયો હતો.

ડુંગળીમાં આંતરરાજ્ય લેવાલીની સાથે આવક વધી
રાજકોટ અને સૌરાષ્ટ્રની ડુંગળીની ડિમાન્ડ દેશભરમાંથી નીકળતા આંતરરાજ્યમાં નિકાસ થઈ રહી છે. તેની સાથે સાથે આવક પણ વધી રહી છે. સોમવારે યાર્ડમાં 24 લાખ કિલો ડુંગળીની આવક થઈ હતી. જે સિઝનની રેકોર્ડબ્રેક આવક હતી. સોમવારે આવક વધુ થઈ હોવાથી હવે જ્યાં સુધી આ ડુંગળીનો નિકાલ નહીં થાય ત્યાં સુધી નવી આવક બંધ રાખવામાં આવી છે. સોમવારે થયેલી હરાજીમાં એક મણ ડુંગળીનો ભાવ રૂ. 350-660 બોલાયો હતો. જ્યારે છૂટક માર્કેટમાં ડુંગળીનો ભાવ રૂ.50ની કિલો લેખે વેચાઈ રહી છે.

સામાન્ય રીતે રાજકોટ કે સૌરાષ્ટ્રમાંથી ડુંગળી ખરીદતા વેપારીઓ ઓર્ડર દઇને મગાવી લેતા હોય છે. તેના બદલે આ વખતે બીજા રાજ્યના વેપારીઓ ડુંગળી ખરીદવા માટે આવી રહ્યા છે. એટલું જ નહીં અહીં રોકાણ કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ મળતા પહેલાની સરખામણીએ વધુ ખેડૂતો યાર્ડમાં ડુંગળી વેચવા માટે આવી રહ્યા છે. સાથો સાથ મજૂરોના મજૂરી દર વધી રહ્યા છે. આ સિવાય એક કિલો ડુંગળીના ભાવ રૂ.60 પહોંચ્યા છે.

બેડી યાર્ડમાં 10 હજાર કિલો ચણાની આવક થઈ
બેડી યાર્ડ હવે રવી પાકની આવકથી છલકાઈ રહ્યું છે. ગત સપ્તાહમાં મરચાંની આવક 6 લાખ કિલો થઈ હતી. ત્યારબાદ નવી આવક સ્વીકારવામાં આવી નથી. જ્યારે સોમવારે 10 હજાર કિલો ચણાની આવક થઈ હતી. આ સિવાય ધાણામાં 5 લાખ કિલો અને જીરુંમાં 2 લાખ કિલોની આવક થઈ હતી.

ચોમાસું સારું રહેતા તેને કારણે જમીનમાં ભેજ જળવાઇ રહેતા અને પિયતની પૂરતી સુવિધા રહેવાથી રવી પાકમાં ચણા, જીરું, ધાણા વગેરેનું બમ્પર ઉત્પાદન થયું છે. જેને કારણે ગત સિઝનની સરખામણીએ આવક વધારે છે. જોકે આ વખતે ચણાની નિકાસ પણ વધારે થઈ રહી છે. તાજેતરમાં જ ગુડઝ ટ્રેન મારફતે ચણા કેરળમાં મોકલવામાં આવ્યા હતા. સોમવારે નવી મગફળીની આવક સ્વીકારવામાં આવી હતી. બપોરે ચાર કલાકે આવક સ્વીકારવાનું શરૂ થયું હતું અને રાત્રે 8 કલાકે આવક બંધ કરવામાં આવી હતી. ચાર કલાકમાં 35 હજાર ગુણીની આવક થઈ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો