તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:વીજકર્મીને જન્માષ્ટમીમાં રજા આપવા માગણી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાવાઝોડામાં રાત-દિવસ કામ કરનારને રજા આપી બિરદાવવા જોઇએ : મંડળ

તાઉતે વાવાઝોડામાં રિઇન્સ્ટોલેશનની પ્રશંસનીય કામગીરી કરતા ટેક્નિકલ કર્મચારીઓને સાતમ-આઠમની રજા આપવા માટે ગુજરાત ટેક્નિકલ કર્મચારી મંડળે પીજીવીસીએલ કોર્પોરેટ ઓફિસના મુખ્ય ઈજનેર (ટેક)ને લેખિત રજૂઆત કરી છે.

કર્મચારી મંડળના સેક્રેટરી જનરલ રાજુભાઈ ખત્રીએ રજૂઆતમાં જણાવ્યું છે કે, તાઉતે વાવાઝોડામાં રિઇન્સ્ટોલેશનની કામગીરી ટેક્નિકલ કર્મચારીઓએ રાત-દિવસ જોયા વિના ઘણા લાંબા સમયથી કરી રહ્યા છે. ત્યારે ટેક્નિકલ કર્મચારીઓ લાંબા સમયથી રિઇન્સ્ટોલેશનની કામગીરીને કારણે શારીરિક રીતે થકી ગયેલા હોય સામાજિક જવાબદારીની સાથે પરિવાર સાથે સાતમ-આઠમનો તહેવાર માણીને સ્વસ્થ થઇ શકે તે માટે રિઇન્સ્ટોલેશનની કામગીરીમાંથી આ તહેવાર દરમિયાન મુક્તિ આપવા માગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...