તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગુજરાત વિદ્યુત ટેક્નિકલ કર્મચારી મંડળ દ્વારા તાજેતરમાં જ નવા ઈલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની નિમણૂક આપતા પહેલા વિનંતીથી બદલી માટેના ઓર્ડર કાઢવા પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટરને લેખિત રજૂઆત કરી છે. હાલમાં પીજીવીસીએલ કંપનીમાં વિદ્યુત સહાયકના 117 ઉમેદવારનું એલોટમેન્ટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ એક વર્ષથી વધુ સમયથી કંપનીમાં ફરજ બજાવતા અને સર્કલ ચેન્જની વિનંતીથી બદલી માટે ઈચ્છુક કર્મચારીઓના ઓર્ડર કાઢવામાં આવ્યા નથી. પીજીવીસીએલમાં જીએસઓ-4 મુજબ ટેક્નિકલ કર્મચારીઓની ઘણી અછત હોય વધુ પડતો કાર્યબોજ ટેક્નિકલ કર્મચારી પર રહેતો હોય છે.
પીજીવીસીએલમાં જીએસઓ-4 પ્રમાણે ખાલી પડેલી જગ્યા સામે માત્ર 117 કર્મચારીની નિમણૂક કરવામાં આવી છે તેમજ ઈલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની પરીક્ષાનું વેઈટિંગ લિસ્ટ પણ પૂર્ણ થવાને એક વર્ષની આસપાસ હોય અને ટૂંક સમયમાં ચૂંટણીની આચારસંહિતા પણ લાગુ પડી જવાની હોય કંપનીની મહત્ત્વની કામગીરી અને લક્ષ્યાંક સિદ્ધ કરવા તાત્કાલિક અસરથી જીએસઓ-4 મુજબ ટેક્નિકલ કર્મચારીઓની ભરતી કરવા મંડળના સેક્રેટરીએ એમડીને લેખિત રજૂઆત કરી છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.