રોષ:દહીંસરડામાં તૂટેલા કોઝ-વેનું સમારકામ કરવા માંગ

રાજકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અનેક રજૂઆત બાદ પણ કામ ન થતાં રોષ

પડધરી તાલુકાના દહીંસરડા ગામે તૂટી ગયેલ કોઝ-વેનું સમારકામ કરવા માટે ગ્રામજનોની માંગ ઊઠી છે. ગત મહિને પડેલા ભારે વરસાદના કારણે કોઝ-વેનું ધોવાણ થયું હતું. ગ્રામજનોની અનેક રજૂઆત બાદ પણ કામ ન થતાં રોષ જોવા મળ્યો છે.પડધરીથી નેકનામ રોડ પર દહીંસરડા ગામ શોર્ટ કટ જે રામાપીર મંદિર પાસેથી ગામના પાદર સુધી કાચો રસ્તો હતો. ત્યાં બે મહિના પહેલા એટલે ઓક્ટોબર મહિનામાં કોઝ વે બનાવવામાં આવ્યો હતો.

જેના કારણે પડધરી તાલુકાના છ ગામના આશરે સાત હજાર લોકોને ફાયદો થયો હતો, પરંતુ ઓક્ટોબર મહિનામાં પડેલા ભારે વરસાદના કારણે આ કોઝ-વે નું ધોવાણ થયું હતું. ઉપરવાસમાંથી પાણીનો પ્રવાહ વધતા કોઝવે પરથી એક ફૂટ સુધી પાણી જવા લાગ્યું હતું અને પાણીનો પ્રવાહ વધતા દીવાલ પાણી સાથે વહી ગઈ હતી. ત્યારબાદ કોઝ-વે પરથી ટુ-વ્હિલર લઈને પસાર થવું જોખમી થઈ ગયું છે તેમજ ફોર વ્હિલર તો પસાર થઈ શકે તેમ ન હોવાથી ગ્રામજનોને ત્રણ કિ.મી. ફરીને જવું પડે છે.ગ્રામજનોના આક્ષેપ મુજબ કોઝ-વેનું કામ નિયમ મુજબ થયું ન હતું. કામમાં લોટ પાણીને લાકડાં કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...