તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:રાજકોટમાં આરોગ્ય શાખામાં વર્ગ 3ના MPHW અને FHW ભરતી કરવા માંગ, 2017 પછી ભરતીની પરીક્ષા લેવામાં ન આવી હોવાનો આક્ષેપ

રાજકોટ5 દિવસ પહેલા
  • ગ્રામ્ય વિસ્તારમાં પેરામેડિકલ સ્ટાફની MPHW અને FHW પોસ્ટ અગત્યની છે

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પંચાયત વિભાગના આરોગ્ય શાખામાં વર્ગ 3ના MPHW અને FHW ભરતી કરવા માટે રજુઆત કરવામાં આવી રહી છે. આજે રાજકોટ જિલ્લા પંચાયત કચેરી ખાતે યુવાનો એકઠા થઇ તેમની ભરતી કરવા માટે આવેદન પત્ર પાઠવી રજુઆત કરી હતી.

મારી એક જ માંગ છે કે તાત્કાલિક અમારી ભરતી કરી દેવામાં આવે
મારી એક જ માંગ છે કે તાત્કાલિક અમારી ભરતી કરી દેવામાં આવે

2017 પછી ભરતીની પરીક્ષા લેવામાં ન આવી હોવાનો પણ આક્ષેપ
રાજકોટના યુવાન પ્રતીક આહિરે જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારમાં પેરામેડીકલ સ્ટાફની MPHW અને FHW પોસ્ટ અગત્યની માનવામાં આવે છે સરકારને વારંવાર રજુઆત કરવા છતાં કાયમી ભરતી કરવામાં નથી આવી રહી અમારી એક જ માંગ છે કે તાત્કાલિક અમારી ભરતી કરી દેવામાં આવે જેથી અમે પણ આત્મનિર્ભર બની શકી ઉલ્લેખનિય છે કે વર્ષ 2017 પછી ભરતી માટે પરીક્ષા લેવામાં ન આવી હોવાનો પણ આક્ષેપ યુવાનો દ્વારા કરવામાં આવ્યો હતો.

તાત્કાલિક અમારી ભરતી કરી દેવામાં આવે જેથી અમે પણ આત્મનિર્ભર બની શકી
તાત્કાલિક અમારી ભરતી કરી દેવામાં આવે જેથી અમે પણ આત્મનિર્ભર બની શકી

સ્પર્ધાત્મક પરીક્ષા લઈને મેરીટના ધોરણે સીધી ભરતી કરવામાં આવે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ હેઠળ જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા લઈને મેરીટના ધોરણે સીધી ભરતી કરવામાં આવે તો અમે અમારી ફરજ ખૂબ જ ખંતથી અને નિષ્ઠાપૂર્વક નિભાવી શું અને અમને પણ સુખી અને આત્મનિર્ભર જીવન જીવવાનો અધિકાર મળશે કે નહીં ! માટે અમે આ માંગ સાથે એકઠા થયા છીએ.