તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:SC, ST વિદ્યાર્થીને સ્કોલરશિપ તાત્કાલિક ચૂકવવા માગણી, સમાજ કલ્યાણના નાયબ નિયામકને આવેદન

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટની અલગ-અલગ કોલેજમાં અભ્યાસ કરતા એસસી અને એસટી વિદ્યાર્થીઓને શૈક્ષણિક વર્ષ 2019-20ની સ્કોલરશિપ તાત્કાલિક ચૂકવવા એનએસયુઆઇએ સમાજ કલ્યાણ વિભાગના નાયબ નિયામકને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. આવેદનમાં એવી રજૂઆત કરી હતી કે, રાજકોટના શિડ્યૂલ કાસ્ટ અને શિડ્યૂલ ટ્રાઇબના આર્થિક પછાત બાળકો કે જેમના વાલીઓની વાર્ષિક ઇન્કમ ખૂબ જ ઓછી ઘરાવતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા સ્કોલરશિપ યોજના બહાર પડેલી છે.

આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓ કોઇપણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એડમિશન લઇ અભ્યાસ કરે તો તેની સંપૂર્ણ ફી સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે, પણ 2019-20ની ઘણા વિદ્યાર્થીઓની સ્કોલરશિપ હજી સુધી ચૂકવવામાં આવી નથી, જ્યારે તેવા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપી ન હોવાથી આર્થિક રીતે ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે. જ્યારે અમારા રાજકોટ એનએસયુઆઇની માગણી છે કે, તમામ વિદ્યાર્થીઓની સ્કોલરશિપ તાત્કાલિક ચૂકવવામાં આવે જેથી વિદ્યાર્થીઓ તેની ફી કોલેજમાં જમા કરાવી શકે તેમ પ્રમુખ નરેન્દ્ર સોલંકી, વિશ્વદીપસિંહ જાડેજા, સહિતનાએ રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...