અભ્યાસ:નાસા અને ઇસરો જેવી સ્પેસ એજન્સીના કારણે ઈ.સી.એન્જિનિયર્સની ડિમાન્ડ વધી

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચાઇનીઝ આયાતો બંધ થતા આગામી સમય ઇ.સી. એન્જિનિયર્સનો રહેશે

નાસા અને ઇસરો જેવી સ્પેસ એજન્સીઓએ સેટેલાઇટ ક્ષેત્રે હરણફાળ ભરી છે અને તેના પરિણામે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયર્સની ડિમાન્ડ વધી છે અને નિષ્ણાતોના મતે હાલના ઇન્ટરનેટ યુગમાં કોમ્યુનિકેશનના માધ્યમોમાં ટેક્નોલોજિકલ રિસર્ચ અને ડેવલપમેન્ટના પરિણામે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન બ્રાન્ચનો ભવ્ય ઉદય થઇ રહ્યો છે. કોવિડ-19ના કારણે ચાઇનીઝ આઇટમનો બહિષ્કાર અને આયાત પર નિયંત્રણ મુકાતા દેશ હવે ‘આત્મનિર્ભર ભારત’ સૂત્ર અંતર્ગત તમામ ઇલેક્ટ્રોનિક્સ સાધનોનું ઉત્પાદન દેશમાં જ કરવા જઇ રહ્યું છે.

ઇજનેરો માટે ડિફેન્સની ત્રણેય પાંખો અને કંપનીઓમાં પ્લેસમેન્ટની વિશાળ તક
ઈ.સી. ઇજનેરો માટે ડિફેન્સની ત્રણેય પાંખો ઉપરાંત એમ્બેડેડ સિસ્ટમ ડિઝાઇન, ચીપ ડિઝાઇન, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, કમ્પ્યૂટર નેટવર્કિંગ, ટેલિકોમ્યુનિકેશન, ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ કંટ્રોલ, ટેલિવિઝન, રેડિયો, પાવર ઇલેક્ટ્રોનિક્સ, બાયોમેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન, સેટેલાઇટ એન્ડ નેવિગેશન સિસ્ટમ, યુપીએસ જેવી પ્રોડક્ટ બનાવતી કંપનીઓમાં પ્લેસમેન્ટની વિશાળ તક રહેલી છે. - ડો.જયેશ દેશકર, વીવીપી કોલેજ

અન્ય સમાચારો પણ છે...