સરકારને રજુઆત:બાળકો અને તરૂણોમાં નેગેટેવિટી જોવા મળતા સૌરાષ્ટ્ર યુનિ.ના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષની ધો.8થી મનોવિજ્ઞાન વિષય દાખલ કરવા માગ

રાજકોટ9 મહિનો પહેલા
 • કૉપી લિંક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો.યોગેશ જોગાસણે સરકારમાં રજૂઆત કરી. - Divya Bhaskar
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો.યોગેશ જોગાસણે સરકારમાં રજૂઆત કરી.
 • સ્કૂલોમાં મનોવિજ્ઞાન વિષયમાં Ph.D.ની પદવી ધરાવનારને સલાહકાર તરીકે રાખવા માગ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો.યોગેશ જોગાસણે સરકારને ધો.8થી મનોવિજ્ઞાન વિષય ભણાવવામાં આવે તેવી રજુઆત કરી છે. તેઓએ જણાવ્યું છે કે, મનોવિજ્ઞાન વિષયની તાતી જરૂરિયાત વર્તાઈ રહી છે. દરેક સ્કૂલમાં ધોરણ 8થી મનોવિજ્ઞાન વિષય ભણાવવામાં આવે અને મનોવિજ્ઞાન વિષયમાં Ph.D.ની પદવી ધરાવનારને સલાહકાર તરીકે રાખવામાં આવે તો ભારતના ભાવિની માનસિકતા વધુ મજબૂત બનાવી શકાય. મનોવિજ્ઞાન એ આજના સમયની એક મોટી માગ છે. આ સમયે દરેક વ્યક્તિ કોઈને કોઈ માનસિક સમસ્યાનો ભોગ બની રહી છે. ત્યારે તેને આ સમસ્યામાંથી બહાર લાવવા મનોવિજ્ઞાન ઉપયોગી થઇ શકશે.

લોકડાઉનથી આજદિન સુધી 6300 તરૂણોએ સમસ્યા જણાવી હતી
વધુમાં જણાવ્યું છે કે, છેલ્લા ઘણા સમયથી બાળકો અને તરૂણોની અંદર ઘણી નિષેધક બાબતો જેવા મળી રહી છે. મનોવિજ્ઞાન ભવને લોકડાઉન દરમિયાન રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી, બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મનોવિજ્ઞાન ભવનમાં સલાહ આપીને લોકોને માનસિક સધિયારો આપ્યો હતો. લોકડાઉનથી આજદિન સુધી 6300 તરૂણો જેમની ઉમર 14થી 18 વર્ષની હતી. તેઓએ મનોવિજ્ઞાન ભવનમાં પોતાની જુદી જુદી સમસ્યાઓ રજૂ કરી હતી. મનોવિજ્ઞાન ભવને જ્યારથી સલાહ કેન્દ્રની શરૂઆત કરી અને સ્કલો સાથે MOU કર્યા ત્યારથી આજ દિવસ સુધી બાળકોની અઢળક સમસ્યાઓ સામે આવી છે. આ ઉપરાંત પણ બાળકો વિવિધ સમસ્યાઓનો ભોગ બનતા જોવા મળે છે.

મનોવિજ્ઞાન શાળામાં શા માટે જરૂરી છે?

 • બાળકોમાં આત્મહત્યાવૃત્તિનું પ્રમાણ ઘટાડી શકાય
 • અસફળ થવાના ભયથી જે બાળકો નાસીપાસ થાય છે તેને અટકાવી શકાય
 • પરીક્ષા ભયને દૂર કરી શકાય
 • સમાયોજન સાધતા શીખવી શકાય
 • આત્મસન્માનમાં વધારો કરી શકાય
 • સ્વ-વિકાસ માટે મનોવિજ્ઞાન હોવું જરૂરી
 • બાળકો અને માતા-પિતાના અંતરને ઓછું કરી શકાય
 • પરિપક્વતા અંગે જાગૃત કરી શકાય
 • ચિંતા, આક્રમકતા અને ગુસ્સો ઓછો કરવામાં મદદ કરી શકાય
 • નૈતિકતાનો વિકાસ કરી શકાય
 • માનસિક રીતે મજબુત બનાવી શકાય
 • સામાજિક અને વ્યવહારિક જ્ઞાનની જાણકારી મેળવી શકાય
 • બહાના કરતા વિદ્યાર્થી પોતાના સ્વને ઓળખી શકે અને માનસિક રીતે આત્મનિર્ભર બની શકે
 • તરૂણાવસ્થામાં થનારા શારીરિક અને માનસિક ફેરફારોને સમજી શકે અને તેના પર નિયંત્રણ લાવી શકે.
અન્ય સમાચારો પણ છે...