FRCને રજુઆત:સૌરાષ્ટ્રની ખાનગી સ્કૂલોની 5થી 15% સુધી ફી વધારવા માગ, 4500 સ્કૂલે ફી વધારવા એફિડેવિટ કર્યું

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • ખાનગી સ્કૂલોએ FRC સમક્ષ ફી વધારવાના કારણો પણ રજૂ કર્યા

સૌરાષ્ટ્રની ખાનગી સ્કૂલોએ ફી વધારવા FRC સમક્ષ ફી વધારવા માગ કરી છે. સૌરાષ્ટ્રના 10 જિલ્લાની અંદાજિત 4500 સ્કૂલે ફી વધારવા એફિડેવિટ કરી છે. આ અંગે FRC કમિટીના સભ્ય અજય પટેલે જણાવ્યું છે કે, વર્ષ 2022-23માં 5થી 15 ટકા સુધી ફી વધારવા માગ કરી છે. રાજકોટ જિલ્લાની 33 ટકા સ્કૂલે ફી વધારો માગ્યો છે. નવા શૈક્ષણિક વર્ષથી અંદાજિત 2000 સ્કૂલની ફી વધે તેવી શક્યતા છે. ખાનગી સ્કૂલોએ FRC સમક્ષ ફી વધારવાના કારણો પણ રજૂ કર્યા છે.

FRC સમક્ષ આવા કારણો મુક્યા
સૌરાષ્ટ્રની ખાનગી સ્કૂલોએ ફી વધારવા માટેના FRC સમક્ષ કારણો મુક્યા છે. જેમાં જણાવ્યું છે કે, કોરોનામાં બે વર્ષથી ફી વધારી નથી, શિક્ષકોના પગાર વધારવાના છે, કોરોનામાં અનેક વાલીઓએ ફી ભરી નથી, મોંઘવારીને લક્ષ્યમાં લઈને અન્ય ખર્ચાઓ પણ વધ્યા છે. કોરોનામાં ફીમાં 25 ટકા રાહત આપવામાં આવી હતી. આવા કારણો ખાનગી સ્કૂલોએ FRC સમક્ષ રજૂ કર્યા છે.

જુલાઈ મહિનામાં FRC ફી નિર્ધારિત કરી દેશે
આગામી જુલાઈ મહિના સુધીમાં FRC સૌરાષ્ટ્રની દરેક સ્કૂલોની ફી નિર્ધારિત કરી દેશે. સૌરાષ્ટ્રની સ્કૂલોએ ફી વધારાની માગ કરી છે તેમાં રાજકોટ, જૂનાગઢ, જામનગર, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, મોરબી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સમાવેશ થાય છે. બોટાદ અને કચ્છ જિલ્લાનો સમાવેશ થતો નથી.

અન્ય સમાચારો પણ છે...