તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Delhi's CM's Road Show In Rajkot Tomorrow, BJP's Young Leader Sanjay Singh Filled The Form From AAP, Disgruntled BJP Workers Turned To AAP And Congress

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપથી નારાજ:રાજકોટમાં કાલે દિલ્હીના ડે.CMનો રોડ શો, ભાજપના યુવા આગેવાન સંજયસિંહે આપમાંથી ફોર્મ ભર્યુ, ભાજપના નારાજ કાર્યકરો આપ અને કોગ્રેસ તરફ વળ્યાં

એક મહિનો પહેલા
વોર્ડ નંબર 13માં ભાજપે ટિકિટ ન આપતા આપમાંથી સંજયસિંહ વાઘેલા ઉમેદવારી નોંધાવી
  • વોર્ડ નંબર 13માં ભાજપે ટિકિટ ન આપતા આપમાંથી સંજયસિંહ વાઘેલા ઉમેદવારી નોંધાવી
  • સંજયસિંહને અપક્ષમાં 5000 જેટલા મત મળ્યા હતા, આપ વિજયના ઓવર કોન્ફિડન્સ સાથે મેદાનમાં

પક્ષપલ્ટો એ ચૂંટણીની તાસીર બની ગઈ છે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં છ મહાનગરપાલિકાઓમાં ટિકિટ ફાળવણી મુદ્દે ભાજપ અને કોંગ્રેસમાં ભારે વિખવાદ ચાલી રહ્યો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના નવા નિયમોને મહોરું બનાવીને ભાજપના અનેક સિનિયર- જુનિયર કાર્યકર્તાઓએ વિરોધ દર્શાવીને પક્ષપલ્ટો કર્યો છે. જ્યાં ભાજપના રાજકોટના વોર્ડ નં-13ના આગેવાન સંજયસિંહને ચૂંટણીમાં ટિકિટ ન મળતા તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાય ગયા છે. અને આજે તેઓ વોર્ડ નં-13ની પેટાચૂંટણી લડવા ફોર્મ ભર્યુ છે.

આવતીકાલે રવિવારે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયાનો રોડ શો યોજાશે.
ગત ટર્મમાં સંજયસિંહને અપક્ષમાં 5000 જેટલા મત મળ્યા હતા ભાજપ દ્વારા નવી થિયરી અપનાવવામાં આવી જેમાં ગઇકાલથી ટપોટપ રાજીનામા પડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સંજયસિંહ વાઘેલા રાજપૂત સમાજના આગેવાન છે. જેથી તેમના સમર્થકોની સંખ્યા ખૂબ જ મોટી છે. હાલ આપમાં જોડાતા તેમને પાર્ટી તરફથી 5000 જેટલા મત મળ્યા છે. ભાજપના ચૂંટણી અંગેના નવા નિયમોથી પક્ષના અનેક કાર્યકરો યેનકેન પ્રકારે વિરોધ દર્શાવી રહ્યા છે. તો ઘણા સંજયસિંહ વાઘેલાની જેમ પક્ષ પલ્ટો કરીને પોતાનું સ્થાન અપક્ષમાં મજબૂત કરી રહ્યા છે.

આપ આપી રહી છે યુવા ઉમેદવારોને ટિકિટ
ભાજપમાં વિરોધ વચ્ચે ત્રીજા પરિબળ તરીકે આમ આદમી પાર્ટી માટે સારી તક મનાય છે. આપે ઉમેદવારોની પસંદગીમાં ભારે ચીવટ રાખીને દિલ્હી મોડલની જેમ યુવા અને ભણેલા ઉમેદવારોને ઉભા રાખ્યા છે. આ સહિતના માપદંડ આપ માટે રાજ્યભરની મહાનગરપાલિકાઓમાં માસ્ટર સ્ટ્રોક સમાન પુરવાર થાય તેવી સંભાવના છે.

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયા
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયા

દિલ્હીનાં ઉપમુખ્યમંત્રી મનીષ સીસોદીયા આવતીકાલે રાજકોટમાં પ્રચાર અર્થે આવશે
રાજકોટમાં આમ આદમી પાર્ટી દ્વારા બધા વોર્ડમાં 72 ઉમેદવારો જાહેર થઇ ચૂક્યા છે. ત્યારે દિલ્હીનાં ઉપમુખ્યમંત્રી અને એજ્યુકેશન મિનિસ્ટર મનિષ સીસોદીયા રાજકોટમાં ચૂંટણી પ્રચાર અર્થે આવતીકાલે રાજકોટ આવી રહ્યા છે. રોડ શો યોજી તેઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા પ્રયત્નશીલ થયા છે. નોંધનીય છે કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસની સાથે ત્રીજા પક્ષ સ્વરૂપે આપ ચૂંટણી જીતવા કમર કસીને મોટી સંખ્યામાં ઉમેદવારો ઉતારી રહ્યાં છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો