રાહત:એરપોર્ટ પર RT PCR મરજિયાત થતા દિલ્હી-મુંબઈના મુસાફર વધ્યા

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બે દિવસથી દિલ્હી અને મુંબઈથી રાજકોટ 250થી વધુ મુસાફરો આવ્યા
  • દિલ્હી અને મુંબઈ જનારા મુસાફરની સંખ્યા 70 થી 80

ગુજરાતમાં કોરોનાના કેસ ઘટતા અહીં પ્રવેશ માટે સુરત સિવાયના શહેરોમાં પ્રવેશ માટે આર.ટી.પી.સી.આર. મરજિયાત કરવામાં આવ્યો છે. જેને કારણે રાજકોટ આવનારા મુસાફરોની સંખ્યા બે દિવસથી વધી છે. છેલ્લા બે દિવસમાં દિલ્હી, મુંબઈથી 250થી વધુ મુસાફરો આવી રહ્યા છે. જ્યારે દિલ્હી જવા માટે 70 અને મુંબઈ જવા માટેની સંખ્યા 80ની રહી છે. એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા મુજબ એક મહિના બાદ મુસાફરોની સંખ્યા વધી છે. આર.ટી.પી.સી.આર. ના નિયમો હળવા થતા મુસાફરોને મોટી રાહત થઈ છે.

અત્યાર સુધી આર.ટી.પી.સી.આર. ના નિયમોને કારણે લોકો મુસાફરી કરવાનું ટાળતા હતા.દિલ્હી અને મુંબઈમાં રહેતા હોય અને કામ અર્થે રાજકોટ આવ્યા બાદ કોરોના અને લોકડાઉનને કારણે ફસાઈ ગયા હોય તેવા મુસાફરો હવે પરત જઈ રહ્યા છે. જ્યારે મુંબઈ જનારા વર્ગમાં વેપારી, ઉદ્યોગપતિ સહિત સામાન્ય લોકો પણ કામ સબબ જઈ રહ્યા છે.

કોરોના બાદ રાજકોટથી મુંબઈ દિલ્હી જવા માટે મુસાફરોની સંખ્યા પૂરતી નહિ મળતા અન્ય ખાનગી એરલાઈન્સ બંધ કરી દેવામાંઆવી છે. અત્યારે એર ઈન્ડિયા એક માત્ર ચાલી રહી છે. જે સપ્તાહમાં સોમ, મંગળ, ગુરૂ અને શનિવાર એમ ચાર દિવસ ઉડાન ભરે છે અને આ શિડયૂલ 13 જુન સુધી ચાલુ રહેશે. બે દિવસથી મુસાફરો મળી રહેતા રાજકોટ- મુંબઈ ફલાઈટ અમદાવાદ કમ્બાઈન્ડ શિડયુઅલ કેન્સલ કરાયો છે અને ફલાઇટ રાજકોટથી સીધી મુંબઈ ઉડાન ભરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...