કેજરીવાલ રાજકોટમાં:ખોડલધામ નવરાત્રિ મહોત્સવમાં હાજરી આપી, કહ્યું:'પાટીદારોને મળવા નહીં નવરાત્રિ ઉજવવા આવ્યો હતો'

રાજકોટ2 મહિનો પહેલા
ખોડલધામ નવરાત્રિ મહોત્સવમાં હાજરી આપી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ ભાગી ચૂક્યા છે ત્યારે દિલ્હીથી રાષ્ટ્રીય નેતાઓ હવે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે અને પોતાનું શક્તિ પ્રદર્શન દેખાડી રહ્યા છે ત્યારે આજે દિલ્હીના મુખ્યમંત્રી અને આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવાન રાજકોટની મુલાકાતે આવ્યા હતા ત્યાં તેમણે નીલસિટી ક્લબ ખાતે ટૂંકું રોકાણ કર્યા બાદ ખોડલધામ નવરાત્રિ મહોત્સવમાં હાજરી આપી હતી અને મા અંબાની આરતી કરી પાટીદારો સાથે ટૂંકી બેઠક યોજી હતી નોંધનીય છે કે તેઓ આજે યુવી ક્લબ દ્વારા યોજનાર નવરાત્રિ મહોત્સવમાં પણ ઉપસ્થિત રહેવાના હતા જોકે છેલ્લી ઘડીએ આ પ્રોગ્રામ કેન્સલ કરવામાં આવ્યો હતો અને તેઓ ખોડલધામ નવરાત્રિ મહોત્સવમાંથી જ રવાના થયા હતા.

ખોડલધામ નવરાત્રી મહોત્સવમાં હાજરી આપી
ખોડલધામ નવરાત્રી મહોત્સવમાં હાજરી આપી

આમ આદમી પાર્ટી વિકલ્પ બની છે
આમ આદમી પાર્ટીના સુપ્રિમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સહિતના સિનિયર આગેવાનો આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. જ્યાં સૌરાષ્ટ્ર-કચ્છમાં સભા બાદ આજે રાજકોટમાં રાત્રિરોકાણ કરશે. આ દરમ્યાન તેમણે રાજકોટ એરપોર્ટ પર પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જ્યાં તેમણે બિસમાર રાજમાર્ગો મામલે નિવેદન આપ્યું હતું કે,રસ્તામાં ખાડા હોય તેવું સાંભળ્યું હતું પણ ગુજરાતમાં ખાડામાં રસ્તો છે. અત્યાર સુધી લોકો પાસે વિકલ્પ ન હતો. હવે આમ આદમી પાર્ટી વિકલ્પ બની છે.

એરપોર્ટ પર પત્રકાર પરિષદ
એરપોર્ટ પર પત્રકાર પરિષદ

અમે લોકોના મુદ્દા ઉઠાવીશું: કેજરીવાલ
જયારે AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે,ભાજપને જે નિવેદનબાજી કરવી હોય તે કરી શકે છે.અમે લોકોના મુદ્દા ઉઠાવીશું,લોકોની જરૂરિયાત પુરી કરીશું. નોંધનીય છે કે આજે કેજરીવાલે શહેરના અર્વાચીન રાસોત્સવમાં પણ હાજરી આપી હતી. જેમાં લેઉવા પાટીદાર સમાજ આયોજિત ખોડલધામ રાસોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. જયારે છેલ્લી ઘડીએ કડવા પાટીદાર સમાજ આયોજિત ક્લબ UV રાસોત્સવમાં જવાનો પ્લાન તેમણે કેન્સલ કર્યો હતો.

રાજકોટમાં રાત્રિ રોકાણ કરશે
એક તરફ નવલા નોરતા ચાલી રહ્યા છે અને બીજી તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ હવે નજીક આવી રહી ત્યારે ગરબાની સાથે સાથે રાજકીય માહોલ પણ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બે દિવસીય ગુજરાત મુલાકાત પૂરી થતા આજથી બે દિવસ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા. જે બાદ તેઓ બન્ને નેતા રાજકોટમાં પહોંચ્યા હતા. આજે રાત્રિ દરમિયાન આપના નેતાઓ અર્વાચીન ગરબાઓની મુલાકાત કરશે. સાથે જ તેઓ પાટીદાર સમાજ આયોજિત ક્લબ યુવી અને ખોડલધામ ગરબા આયોજનમાં હાજરી આપશે. આ દરમ્યાન તેઓ અર્વાચીન રાસોત્સવમાં પણ હાજરી આપશે.

અન્ય સમાચારો પણ છે...