• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Delay In Opening Of Laxminagar Bridge In Rajkot Amid Traffic Problems In The City, The Mayor Said: The Bridge Will Be Open To The Public By December 20

બ્રિજ ક્યારે ખુલશે:રાજકોટમાં શહેરમાં ટ્રાફિકની સમસ્યા વચ્ચે લક્ષ્મીનગર બ્રીજ ખોલવામાં વિલંબ, મેયરે કહ્યું: 20 ડિસેમ્બર સુધીમાં બ્રિજ જનતા માટે ખુલશે

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
મેયર ડો.પ્રદિપ ડવ - Divya Bhaskar
મેયર ડો.પ્રદિપ ડવ
  • કાલાવડ રોડ પરના કેકેવી અને જડુસ બ્રિજની કામગીરી હજુ પણ યથાવત

રાજકોટ શહેરના પાંચ મુખ્ય માર્ગો પર બ્રીજના કામ ચાલી રહ્યા છે અને તે કારણે અર્ધા શહેરમાં અવારનવાર ટ્રાફિકના પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે ત્યારે લાંબા સમયથી મોટા ભાગે તૈયાર રહેલો લક્ષ્મીનગર અંડરબ્રીજ હજુ ખોલવામાં આવતો નથી.આ મુદ્દે મેયર ડો.પ્રદીપ ડવે મીડિયાને જણાવ્યું હતું કે,20 ડિસેમ્બર સુધીમાં બ્રિજ જનતા માટે ખુલશે.

ડીપોઝીટ વર્ક તરીકે કામ કરાવવાનું નક્કી ર્ક્યું
વધુમાં મેયરે જણાવ્યું હતું કે,લક્ષ્મીનગર નાલામાં ચોમાસા દરમ્યાન આવનજાવન માટે ખુબજ મુશ્કેલી ઉભી થતી હતી. તેમજ અવારનવાર ટ્રાફિકની સમસ્યા ઉદભવતી. ટ્રાફિકની સમસ્યા નિવારણ માટે હૈયાત નાલાના સ્થાને પહોળાઈ ધરવાતા અન્ડરબ્રિજ બનાવવાના કામના ભાગરૂપે રેલ્વે વિભાગ સાથે ડીપોઝીટ વર્ક તરીકે કામ કરાવવાનું નક્કી ર્ક્યું હતું. જેથી હવે 20 ડિસેમ્બર સુધીમાં બ્રિજની કામગીરી પૂર્ણ કરવા એજન્સીને તાકીદ કરવામાં આવી છે.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

25 કરોડના ખર્ચે અંડર બ્રીજ બનાવ્યો છે
ઉલ્લખેનીય છે કે આમ્રપાલી અંડર બ્રીજની જેમ જ મનપાએ લક્ષ્મીનગર રેલ લાઇન નીચે રેલવે તંત્ર પાસે 25 કરોડના ખર્ચે અંડર બ્રીજ બનાવ્યો છે. આ બ્રીજનું ઉદઘાટન સૌ પહેલા મુળ મુદ્દત પ્રમાણે ઓગષ્ટ મહિનામાં થઇ જવાનું હતું પરંતુ તે બાદ બ્રીજ સાઇટ બાજુમાં વોટર સમ્પનું નવું કામ ઉમેરવામાં આવતા તે હજુ ચાલુ છે. એપ્રોચ રોડના કામ પણ ચાલે છે અને આ પ્રોજેકટનું કુલ કામ 90% થયાનો જવાબ તાજેતરમાં જ તંત્રએ જનરલ બોર્ડમાં આપ્યો હતો.

ત્રણ માર્ગનો ટ્રાફિક અન્યત્ર ડાયવર્ટ કરાયો
ગત વર્ષે જયારે રાજકોટમાં એક સાથે ચાર બ્રીજના ભૂમિપૂજન થયા ત્યારે ભવિષ્યમાં ટ્રાફિકનો મોટો પ્રશ્ન હલ થવા આશા જાગી હતી. સાથે જ રાજકોટમાં તમામ બ્રીજના કામ પુરા થાય ત્યાં સુધી એટલે કે ત્રણ વર્ષ સુધી ટ્રાફિકનો પ્રશ્ન ગંભીર બનશે તે અંદેશો હતો. હોસ્પિટલ ચોકના બ્રીજના કારણે ત્રણ મોટા માર્ગનો ટ્રાફિક અન્યત્ર ડાયવર્ટ કરાયો છે. 150 ફુટ રીંગ રોડ પર રામાપીર ચોક અને નાના મવા ચોકમાં બ્રીજના કામ શરૂ થયા છે.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

બ્રીજ ત્રણ મહિના મોડો ચાલી રહ્યો છે
તો જડ્ડુસ ચોકમાં પણ બ્રીજના કામના કારણે કાલાવડ રોડનો મુખ્ય ટ્રાફિક ડાયવર્ટ થયો છે. આ સ્થિતિમાં પ્રારંભે લક્ષ્મીનગર બ્રીજનું કામ આયોજન મુજબ ચાલ્યુ હતું. આમ્રપાલીની જેમ જ આ પ્રોજેકટ સમયે પૂરો થઇ જાય તેવું હતું. પરંતુ હાલ આ બ્રીજ ત્રણ મહિના મોડો ચાલી રહ્યો છે. એપ્રોચ રોડ અને સમ્પના કામ ચાલુ છે. રેલવેએ છેલ્લે બ્રીજ સોંપવા 10 ડિસેમ્બરની વાત કરી હતી. પરંતુ હજુ સત્તાવાર તારીખ આપી નથી.