તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હાલ મનપાની ચૂંટણીમાં કાઉન્ટિંગ સેન્ટર ખાતે મતની ગણતરી શરુ થઇ ગઈ છે છતાં રાજકોટના વોર્ડ નંબર 1,2,3ની મત ગણતરીમાં બેલેટ પેપર અને પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયા બાદ પણ આંકડાઓ જાહેર કરાવમાં વિલંબ થઇ રહ્યો છે, આ વ્યવસ્થાનો અભાવ દરેક કાઉન્ટિંગ બુથ પર જોવા મળી રહ્યો છે અને મીડિયાકર્મીઓને વિગતો મેળવવા માટે પ્રવેશ પણ આપવામાં નથી આવતો તથા વોર્ડ વાઈઝ અપડેટ કે આંકડા પણ જાહેર કરવામાં આવ્યા નથી.
દરેક મતગણતરી સ્થળે વ્યવસ્થાનો અભાવ
હાલ જયારે મત ગણતરી થઈ રહી છે ત્યારે રાજકોટમાં 1,2,3ની મત ગણતરીમાં અત્યંત વિલંબ થઇ રહ્યો છે, કોઈ જગ્યાએ મીડિયાને પ્રવેશ પણ આપવામાં નથી આવ્યો અને આ અંગેની માહિતી પણ પ્રદાન કરવામાં નથી આવી, અન્ય શહેરોની સરખામણીએ રાજકોટમાં મતના આંકડા દર્શાવવા માટેLEDની જગ્યાએ સ્પીકર પર આંકડા જાહેર કરવાની 1970ની સિસ્ટમ અપનાવામાં આવી રહી છે છતાં હાલ આ વોર્ડમાં માઈકમાં આંકડા પણ જાહેર થતા નથી.
મીડિયામાં રોષ અપડેટ- આંકડા મળતા નથી
આજના માહિતી અને પ્રચારના યુગમાં મીડિયાકર્મીઓ સવારથી મ્યુનિસિપલ કોર્પોરેશનના પરિણામોની પળેપળની અપડેટ રિયલ ટાઈમ આપવા માટે તત્પર છે, પણ રાજકોટ વહીવટીતંત્રની ઢીલી નીતિને પરિણામે હાલ મીડિયા કર્મીઓને વોર્ડ વાઈઝ આંકડાની અપડેટ મળી રહી નથી.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.