એક્સપર્ટને અકસ્માત નડ્યો:MSWના વિદ્યાર્થીઓના વાઈવામાં એક્સપર્ટ નહીં આવતા દેકારો, અંતે કેન્દ્રના સંચાલકો દોડી ગયા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક્સપર્ટને અકસ્માત નડ્યો હોવાનું ખુલ્યું : તપાસ
  • ડૉ.આંબેડકર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના ઇન્ટરનલ વાઈવા એચ.એન શુક્લ કોલેજમાં ગોઠવ્યા’તા

ડૉ. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીના રાજકોટ કેન્દ્રના એમએસડબલ્યુના વિદ્યાર્થીઓના ઇન્ટરનલ વાઈવા લાલપરી તળાવ પાસે આવેલી એચ.એન શુક્લ કોલેજમાં ગોઠવ્યા હતા જેના માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ કોલેજમાં સમયસર વાઈવા અને સબમિશન માટે આવી ગયા હતા પરંતુ જે વ્યક્તિ વિદ્યાર્થીઓના વાઈવા લેવાના હતા તે એક્સપર્ટ જ હાજર નહીં રહેતા વિદ્યાર્થીઓમાં દેકારો મચી ગયો હતો.

આ બાબતની જાણ ડૉ. આંબેડકર યુનિવર્સિટીના રાજકોટ કેન્દ્રના સંચાલકોને થતા તેઓ તુરંત જ દોડી ગયા હતા અને વિદ્યાર્થીઓના સબમિશન લીધા હતા. કેટલાક વિદ્યાર્થીઓ એક્સપર્ટની રાહ જોઈને જતા રહ્યા હતા એમને પણ ફોન કરીને પાછા બોલાવી તે જ દિવસે વાઈવા લેવાયો હતો. બાદમાં એક્સપર્ટને અકસ્માત નડ્યો હોવાને લીધે તેઓ સમયસર હાજર રહી શક્યા ન હોવાનું બહાર આવ્યું હતું.

આ અંગે ડૉ. આંબેડકર યુનિવર્સિટીના રાજકોટ કેન્દ્રના કોમલબેને જણાવ્યું હતું કે એમએસડબલ્યુના વિદ્યાર્થીના ઇન્ટરનલ વાઈવા અને ફાઈલ તથા રિપોર્ટ સબમિશન 13 તારીખે ગોઠવ્યા હતા. એક્સ્ટર્નલના વાઈવા આગામી તારીખ 17ના રોજ લેવાનાર છે તે અંગે વિદ્યાર્થીઓને જાણ પણ કરી દેવામાં આવી છે. પરંતુ 13મીના વાઈવામાં જે નિષ્ણાત આવવાના હતા તેમને અકસ્માત નડ્યો હોવાને કારણે તેઓ આવી શક્યા ન હતા પરંતુ વિદ્યાર્થીઓ નક્કી કરેલા કેન્દ્ર એચ.એન શુક્લ કોલેજમાં પહોંચી ગયાની જાણ થતા જ કેન્દ્રના કર્મચારીઓ ત્યાં પહોંચી ગયા હતા અને વિદ્યાર્થીઓના ફાઈલ અને રિપોર્ટનું સબમિશન લીધું હતું.

ડૉ. આંબેડકર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ જુદા જુદા કોર્સ કરી રહ્યા છે જેમાં તાજેતરમાં જ એમએસડબલ્યુના વિદ્યાર્થીઓને માઠો અનુભવ થયો હતો. એચ.એન શુક્લ કોલેજમાં વિદ્યાર્થીઓ ઇન્ટરનલ વાઈવા માટે પહોંચી ગયા હતા પરંતુ એક્સપર્ટ નહીં આવતા કલાકો સુધી વિદ્યાર્થીઓએ દેકારો મચાવી દીધો હતો. રાહ જોયા બાદ કેટલાક વિદ્યાર્થીઓ કેન્દ્ર પરથી જતા રહ્યા હતા પરંતુ બાદમાં સંચાલકો ત્યાં આવી જતા કેટલાક વિદ્યાર્થીઓના સબમિશન લીધા હતા. હજુ આગામી તારીખ 17ના રોજ એક્સ્ટર્નલના એમએસડબલ્યુના વિદ્યાર્થીઓના વાઈવાનું આયોજન કરાયું છે. 13મીના બાકી રહેલા વિદ્યાર્થીઓના સબમિશન પણ 17મીએ લેવાનાર હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...