તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાને માત:ઓક્સિજન ન મળતા પરિસ્થિતિ વિકટ બની છતાં કોવિડને હરાવ્યો

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સ્વસ્થ થઇને ઘરે ફરી રહેલા આધેડે અન્ય દર્દીઓને પ્રોત્સાહિત કર્યા હતા. - Divya Bhaskar
સ્વસ્થ થઇને ઘરે ફરી રહેલા આધેડે અન્ય દર્દીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
  • 48 વર્ષના આધેડને કોવિડમાં શ્વાસની ગંભીર તકલીફ શરૂ થઇ
  • સહેજ પણ ડર રાખ્યા વગર સ્થિતિનો સામનો કરતા હતા

શહેરમાં કોવિડના કેસ જે રીતે ઓછા થઇ રહ્યા છે, ત્યારે તેની સામે સાજા થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. યુવાનોથી માંડી વયોવૃદ્ધ લોકો પણ હસતા મુખે કોવિડને મહાત આપી રહ્યા છે. ત્યારે રાજકોટના 48 વર્ષના દિનેશભાઈ રાઠોડે કોરોનાને મહાત આપી અન્ય લોકો માટે પ્રેરણારૂપ સાબિત થયા છે. તેમના ભાઈ સાથે વાતચીત કરતા એ વાત સામે આવી હતી કે, તેઓને કોવિડ થયો ત્યાર બાદ શ્વાસ લેવામાં ઘણી તકલીફ થતી.

બીજી તરફ બેડ અને ઓક્સિજન માટે ઘણા પ્રશ્નો ઊભા થયા હતા. છેલ્લે ઓક્સિજનના બાટલા તો મળ્યા પણ બેડ મળવો ખૂબજ મુશ્કેલ બનતો હતો. જેથી ભારે મહેનતે કેન્સર હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા થઇ હતી અને લાંબી સારવાર બાદ તેઓએ કોવિડને મહાત આપી ઘરે પરત ફર્યા છે. હાલ તેઓને 15 દિવસની દવા પણ આપવામાં આવી છે, પરંતુ તેમનું મનોબળ એટલું મજબૂત હતું કે તેઓને જે તકલીફ થતી તેનાથી સહેજ પણ ડર રાખ્યા વગર તમામ સ્થિતિનો સામનો કરતા હતા. કોરોનાની સારવાર દરમિયાન દવાની સાથે મજબૂત મનોબળના કારણે તેઓએ કોવિડને હરાવી સંપૂર્ણ સ્વસ્થ થયા છે.

અન્ય સમાચારો પણ છે...