વિધાનસભાની ચૂંટણીમાં રોકડ, સોના-ચાંદીની હેરફેર કરી શકાતી નથી. હાલ આચારસંહિતા લાગુ પડી ગઈ છે ત્યારે રાજકોટ રેલવે સ્ટેશન પરથી આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી મોટી માત્રામાં સોનુ, ચાંદી અને રોકડના પાર્સલ મળ્યા છે. હાલ IT અને પોલીસની સંયુક્ત તપાસ ચાલી રહી છે. જેમાં બિલ સહિત પુરાવા ચેક કરવાની કામગીરી હાથ ધરાઈ છે. હાલ શંકાસ્પદ ગણી પાર્સલ કબ્જે કરવામાં આવ્યા છે.
25 નવેમ્બરે રાહુલ ગાંધીનો રાજકોટમાં રોડ-શો યોજાવાની શક્યતા
ગુજરાત વિધાનસભાની 182 બેઠકની ચૂંટણી માટેના ઉમેદવારો ભાજપે જાહેર કરી દીધા છે અને જ્ઞાતિઓના મહત્વનું સંતુલન રાખ્યાની છાપ ઉભી કરવામાં આવી છે ત્યારે વેપાર, ઉદ્યોગ, સામાજીક, રાજકીય સહિતની પ્રવૃત્તિમાં અગ્રેસર અને દેશ-વિદેશમાં કામ ધંધાથી નામના મેળવનાર એવા રઘુવંશી સમાજને ભાજપે માત્ર મતદાર વર્ગમાં ગણીને ઘોર અવગણના કર્યાનો રોષ છલકાયો છે. બીજી તરફ કોંગ્રેસમાં પણ રઘુંવશી નેતાને ટિકિટ ન આપતા વિરોધનો વંટોળ શરુ થયો છે. જ્યાં કોંગ્રેસે હજુ વિધાનસભા 69માં પોતાના ઉમેદવારની જાહેરાત કરી નથી, આ બેઠક માટે મનસુખ કાલરિયા અને ગોપાલ અનડકટ ટિકિટ માટે દાવો કરી રહ્યા છે. ત્યારે આજે રાજકોટ-69ની બેઠક પર દાવો કરનાર કોંગ્રેસ નેતા ગોપાલ અનડકટના સમર્થનમાં અનેક કાર્યકરોએ બહુમાળી ભવન ખાતે એકત્ર થયા હતા. વિધાનસભાની ટીકીટ ગોપાલને મળે તેવી માંગ સાથે રઘુવંશી સમાજમાંથી પણ કાર્યકરો પહોંચ્યા હતા.કોંગ્રેસ દ્વારા હાલ એવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે કે આગામી 25 નવેમ્બરે રાહુલ ગાંધી રોડ-શો યોજી શકે છે.
8 વિધાનસભા બેઠકો માટે ફોર્મ ભરવાનો સોમવારે છેલ્લો દિવસ
રાજકોટ શહેર અને જિલ્લાની આઠ વિધાનસભા બેઠકો માટે ફોર્મ ભરવાનો તા. 14 ને સોમવારના રોજ છેલ્લો દિવસ છે અને આજરોજ શનિવાર તથા આવતીકાલે રવિવારની જાહેર રજાઓ હોય આ બે દિવસ માટે ફોર્મ ભરાશે કે સ્વીકારાશે નહીં. દરમિયાન ગઇકાલે ફોર્મ ભરવાના છઠ્ઠા દિવસે રાજકોટ શહેર અને જિલ્લામાં જુદા-જુદા પક્ષો દ્વારા ઉમેદવારી ફોર્મ રજૂ કરવા માટે રાફડો ફાટ્યો હતો. ગઇકાલે રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા બેઠક માટે એક જ દિવસમાં 70 ઉમેદવારી ફોર્મ ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ સહિતનાં પક્ષો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટના આઠેય વિધાનસભા વિસ્તારોમાં ગઇકાલે 79 ફોર્મ મળી અત્યાર સુધીમાં 481 ઉમેદવારી ફોર્મ ઉપડ્યા છે અને આજ સુધીમાં રાજકોટ જિલ્લાની આઠેય વિધાનસભા માટે કુલ 82 ફોર્મ જુદા-જુદા પક્ષો દ્વારા રજૂ કરવામાં આવેલ છે.
જેતપૂરમાં ઉમેદવારને હટાવવા માંગ યુવાનોની બેઠક મળી
ગુજરાત વિધાનસજેતપૂરમાં ઉમેદવારને હટાવવા માંગ યુવાનોની બેઠક મળીભાની ચૂંટણીઓ માટે રાજકીય પાર્ટીઓએ પોતાના મુરતિયાઓ મેદાને ઉતાર્યા છે ત્યારે રાજકોટ જિલ્લાની જેતપુર-જામકંડોરણા વિધાનસભા ઉપર કોંગ્રેસના દીપક વેકરીયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જોકે દીપક વેકરીયાનું નામ જાહેર થતાની સાથે જ જેતપુરમાં વિરોધનો વંટોળ શરૂ થયો છે. તેને લઈને તાલુકા કોંગ્રેસ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં ઉમેદવારને બદલવાની માંગ સાથે અસંતુષ્ટોએ રાજીનામાંની ચીમકી ઉચ્ચારી હતી.
અન્ય ઉમેદવારને ટિકિટ આપવા માંગ
જેતપુર-જામકંડોરણા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર દીપક વેકરીયાના વિરોધના ભાગરૂપે તેમજ પાર્ટીએ કરેલા નિર્ણયને બદલવાની માંગ સાથે જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામે જેતપુર શહેર તેમજ તાલુકા કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના નેતાઓ-કાર્યકર્તાઓને આગેવાનોની એક બેઠક યોજાઈ હતી. જેમાં દીપક વેકરીયા સિવાય અન્યને ટિકિટ આપવાનો એક સુર ઉઠ્યો હતો.
વિરોધનો વંટોળ શરૂ થયો
જેતપુર-જામકંડોરણા વિધાનસભા ઉપર કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત કરતા કોંગ્રેસના આગેવાનોએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, પાર્ટી દ્વારા જાહેર કરાયેલ ઉમેદવારને લોકો હજી પૂર્ણ રીતે ઓળખતા નથી. જો પાર્ટી પોતાનો નિર્ણય બદલે નહીં કે બીજો ઉમેદવાર જાહેર નહીં કરે તો રાજીનામાંઓના દોર શરૂ થશે. તેવી ચીમકી ઉચ્ચારી હતી. આ સમગ્ર વિરોધના બાબતને લઈને કોંગ્રેસ સમિતિ દ્વારા બેઠક યોજાઈ હતી. જેમાં વિરોધનો વંટોળ શરૂ થયો હોવાનું સામે આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.