યાત્રિકોની સગવડ વધી:કોટડાસાંગાણીમાં અતિ આધુનિક બસ સ્ટેન્ડનું લોકાર્પણ

કોટડા સાંગાણી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્લેટફોર્મ, ટિકિટ બુકિંગ ઓફિસ, પીવાના પાણીની સુવિધા ઊભી કરાઇ

કોટડા સાંગાણીમાં અતિઆધુનિક એસટી બસ સ્ટેશન નવનિમિત બિલ્ડીંગ લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેથી લોકોની લાંબા સમયની માગણીનો અંત આવ્યો છે. બસસ્ટેન્ડનું લોકાર્પણ ધારાસભ્ય સાગઠિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. કોટડા સાંગાણી તાલુકા મથકે સુવિધા સારી મળી રહે તે માટે નવું એસટી બસ સ્ટેશન બનાવાયું છે.

લાંબા સમયથી જે સુવિધા માટે લોકો માગણી કરી રહ્યા હતા તે માટે 1.11 કરોડના ખર્ચે આ સુવિધા ખુલ્લી મૂકવામાં આવી છે. જે માટે એસટીનું પ્લેટફોર્મ બનાવાયું, એસ.ટી પૂછપરછ માટે એસટી સમય માટે ઓફિસ ખોલવામાં આવી છે. પીવાના પાણીની સુવિધા ઉભી કરવામાં આવી છે. આગામી સમયમાં વિદ્યાર્થીઓના પાસ કાઢવા માટે ઓફિસ ચાલુ કરાશે તેમજ બસ સ્ટેશનની અંદરમાં પાર્સલની ઓફિસ ચાલુ કરાનાર છે.

ધારાસભ્ય સાગઠીયા, ધર્મેન્દ્રભાઈ ટીલારા, જસમતભાઈ સાંગાણી, વિનુભાઈ ઠુંમર, કિશોરસિંહ જાડેજા, ચંદુભાઈ વઘાસિયા, વિક્રમભાઈ મહેતા, ધીરુભાઈ કોરાટ, અમિતભાઈ પડારીયા, સલીમભાઈ પતાણી, મુકેશભાઈ રાઠોડ, અશ્વિનભાઈ ગઢીયા, રમેશભાઈ ડામોર, વાલજીભાઈ કોરાટ, ભરતભાઈ રાઠોડ, પ્રતિપાલસિંહ જાડેજા, શૈલેષ વઘાસિયા, અકબરભાઈ પરમાર, પ્રવીણભાઈ ખુમાણ, હરદેવસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા પૂજાબેન વગેરે જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...