CM કાલે રાજકોટમાં:આવાસના લોકાર્પણ અને સરકારી હોસ્ટેલ ખાતમુહૂર્ત બાદ સૌપ્રથમ વખત મનપા ખાતે સમીક્ષા બેઠક યોજશે

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
CM ભુપેન્દ્ર પટેલની ફાઈલ તસવીર - Divya Bhaskar
CM ભુપેન્દ્ર પટેલની ફાઈલ તસવીર
  • સાંજે 5 કલાકે ઈમ્પિરિયલ હોટલ ખાતે ઈનોગ્રેશનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે
  • જવેલરી માટેનું ભારતનું પ્રથમ કોમન ફેસીલીટી સેન્ટર રાજકોટમાં શરૂ થશે, ઉદ્ધઘાટન CM કરશે

રાજકોટમાં આગામી તા.13 મે ના રોજ વિચરતી વિમુક્ત જાતિના લોકો માટે અંદાજિત 65 મકાનોનું લોકાર્પણ તથા સરકારી હોસ્ટેલનું ખાતમુહૂર્ત CM ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. જેને પગલે આવતીકાલે રાજકોટ ખાતે વિવિધ કાર્યક્રમો યોજાશે.જ્યાં મનપાના ઇતિહાસમાં આવતીકાલે સૌપ્રથમ વખત રાજયના મુખ્યમંત્રી કોર્પોરેશનમાં પગલા પાડવાના છે. શુક્વારે રાજકોટ જિલ્લાના કાર્યક્રમોમાં ભાગ લેવા આવી રહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને મ્યુનિ. કોર્પોરેશનમાં આવવા અને કામોની સમીક્ષા બેઠક કરવા મેયર ડો.પ્રદીપ ડવે નિમંત્રણ આપતા, શુક્રવારે કોર્પોરેશનમાં ઐતિહાસિક અવસર પણ બનવાનો છે.

અમે મુખ્યમંત્રી સાથે ચર્ચા વિચારણા કરવા માંગીએ છીએ: કોંગ્રેસ
ઉલ્લેખનીય છે કે આવતીકાલે કોંગી નેતાઓ દ્વારા પણ કલેકટરને પત્ર લખી CM પટેલ સાથે મુલાકાત ગોઠવવાની વિનંતી કરી છે. જેમાં કોંગી નેતાઓએ જણાવ્યું હતું કે, અમને વિરોધપક્ષના નેતા તરીકે રાજકોટના શહેરીજનોના લગત પ્રશ્નો અંગે ચર્ચા કરવી તે અમારી ફરજ છે અને મુખ્યમંત્રીની પણ ફરજ છે કે રાજકોટ શહેરના સર્વાંગી વિકાસ માટે વિરોધપક્ષના નેતા અને કોંગ્રેસના પ્રતિનિધિને મળે. જેથી અમે એક આવેદનપત્ર રાજકોટના ભવિષ્યના વિકાસ અને હાલના પડતર પ્રશ્નો અંગે આપી મુખ્યમંત્રી સાથે ચર્ચા વિચારણા કરવા માંગીએ છીએ.

કાલે આ કાર્યકમો યોજાશે
સૌપ્રથમ CM પટેલના હસ્તે સવારે 10:00 કલાકે રામપર બેટી ખાતે વિચરતી જાતિના પરિવારોના ગૃહપ્રવેશ, સનદ વિતરણ સહિતનાં વિવિધ લાભોનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવશે ત્યારબાદ 11:40 કલાકે રાજકોટ ખાતે મ્યુ.કોર્પોરેશન મિટિંગમાં CM પટેલ ઉપસ્થિત રહેશે. જે બબડ બપોરે 02:00 કલાકે સર્કિટ હાઉસ ખાતે થનાર મિટિંગમાં CM પટેલ ઉપસ્થિત રહેશે. અને બપોરે 3:30 કલાકે રાજકોટ કલેકટર કચેરી ખાતે ઉપસ્થિત રહી મિટિંગમાં વિકાસ કામોની સમીક્ષા કરશે. ત્યારબાદ સાંજે 05:00 કલાકે ઈમ્પિરિયલ હોટલ ખાતે યોજાનારા ઈનોગ્રેશનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

પાર્કિંગની જગ્યામાં સ્વાગત માટે સ્ટેજ બનાવાયું
મુખ્યમંત્રી પ્રથમ વખત રાજકોટ મહાપાલિકાની મુલાકાતે આવતા હોવાથી સરકારી કચેરીમાં મોટો ધમધમાટ ચાલી રહ્યો છે. મેયર, કમિશનર સહિતના તંત્રવાહકોએ આજે પૂરી કચેરી અને પ્રાંગણ સહિતના વિસ્તારમાં નિરીક્ષણ કર્યું હતું. પાર્કિંગની જગ્યામાં સ્વાગત માટે સ્ટેજ બનાવાયું છે. તો જુના ભંગાર જેવા ફર્નિચરનો નિકાલ કરાઇ રહ્યો છે. જયાં મીટીંગ યોજાવાની છે એ કોન્ફરન્સ હોલમાં વાયરીંગ સહિતના ફેરફાર કરાયા છે અને પદાધિકારીઓની લોબીમાં તથા પ્રવેશદ્વાર સામે રંગરોગાન પણ કરવામાં આવ્યા છે.

કોમન ફેસીલીટી સેન્ટરનું ઉદ્ધઘાટન CM કરશે
જવેલરી હબ ગણાતા રાજકોટને મોટી ભેટ મળવા જઈ રહી છે, જવેલરી માટેનું ભારતનું પ્રથમ કોમન ફેસીલીટી સેન્ટર રાજકોટમાં શરૂ થઈ રહ્યું છે. જેનું આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાશે. જેમ્સ એન્ડ જવેલરી એકસપોર્ટ પ્રમોશન કાઉન્સીલના પ્રોજેકટ હેઠળ તૈયાર કરવામાં આવ્યું છે. 5 કરોડથી અધિકના ખર્ચે 7 મશીન મુકવામાં આવ્યા છે.

સરકારી હોસ્ટેલ નિર્માણ પામશે
ઉલ્લેખનીય છે કે વિચરતી વિમુક્ત જાતિના લોકો માટે અંદાજિત 65 જેટલા મકાનો ગુજરાત સરકાર દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અને વિચરતા સમુદાય સમર્થન મંચ સંસ્થાના સહયોગથી બનાવવામાં આવ્યા છે, જેની સોંપણી મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે. વિચરતા સમુદાયના લોકો સ્થિર બનીને જીવન જીવી શકે તથા તેમના બાળકો વ્યવસ્થિત રીતે અભ્યાસ કરી શકે તે માટે રામપર-બેટી ગામના વિસ્તારમાં સરકારી હોસ્ટેલ નિર્માણ પામશે જેનું ખાતમુહૂર્ત પણ CM પટેલના હસ્તે કરવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...