તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેધર:પવનની દિશા બદલાઈ જતા રાજકોટમાં ઠંડીમાં ઘટાડો

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દક્ષિણના ભેજવાળા પવનો શરૂ થયા
  • મહત્તમ તાપમાન 34.5 અને ન્યુનતમ 15.5 ડિગ્રીએ પહોંચતા બપોરે ગરમી અનુભવાઈ

રાજકોટમાં છેલ્લા એક સપ્તાહથી ઠંડીનો માહોલ જામ્યો હતો પણ રવિવાર આવતા જ ઠંડીમાં ઘટાડો નોંધાયો છે તેમજ ભેજમાં વધારો નોંધાયો છે. પવનની દિશા બદલાતા જ ઠંડી ઘટી છે. જેને પગલે શહેરમાં બપોરના સમયે લોકોએ ગરમીનો અહેસાસ કર્યો હતો.રાજકોટ અને સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી ઉત્તર અને ઉત્તર પૂર્વથી પવન ફૂંકાતા હતા. આ પવનો સૂકા અને ઠંડા હોય છે. ઉત્તરના ઊંચા પ્રદેશોમાં જ્યારે હિમવર્ષા થાય ત્યારે આ પવન વધુ મજબૂત બને છે. જેને કારણે હવામાંથી ભેજ પણ ઘટી જાય છે. જો કે રવિવારે પવનની દિશા બદલાતા દક્ષિણના અને દક્ષિણ પૂર્વના ફૂંકાયા હતા. જેને કારણે ભેજમાં પણ નજીવો વધારો નોંધાયો હતો અને પવન ઠંડા ન રહેતા મહત્તમ તાપમાન 30થી વધીને 34.5 ડિગ્રી સેલ્શિયસ થયું હતું, જ્યારે ન્યુનતમ તાપમાન પણ વધીને 15.5 ડિગ્રી સેલ્શિયસ રહ્યું હતું. હજુ થોડા દિવસ આવી જ સ્થિતિ રહે તેવું અનુમાન છે. સૌરાષ્ટ્રમાં તાપમાનમાં નજીવો વધારો થયો છે તો બીજી તરફ નલિયામાં ન્યુનતમ તાપમાન ફરી 8 ડિગ્રી સેલ્શિયસ પર પહોંચ્યું છે જો કે ત્યાં પણ મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્શિયસનો વધારો નોંધાયો છે. આગામી દિવસોમાં તાપમાન નીચું જવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...