• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Decrease In Sesame, Groundnut And Millet Plantings In Rajkot As Against 15,458 Hectares This Year As Against 22,151 Hectares Last Year.

આબોહવાનો અભાવ:તલ, મગફળી અને બાજરીના વાવેતરમાં ઘટાડો, રાજકોટમાં ગત વર્ષના કુલ 22,151 હેક્ટરની સામે આ વર્ષે 15,458 હેક્ટરમાં ઉનાળુ વાવેતર

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની અછત, પિયતને લઇને ઉઠતી સમસ્યાઓ તેમજ સાનુકૂળ આબોહવાના અભાવ વચ્ચે રાજકોટ જિલ્લાના 594 ગામડાંમાં ઉનાળુ પાકનું વાવેતર ઘટ્યું છે. ગત વર્ષના 22,151 હેક્ટરની સામે આ વર્ષે અત્યાર સુધીમાં 15,458 હેક્ટરમાં વાવેતર નોંધાયું છે. સૌથી મોટો ઘડાટો મગફળી, તલ અને બાજરીના વાવેતરમાં જોવા મળ્યો છે.

રાજકોટ જિલ્લામાં ચાલુ વર્ષે 7મી એપ્રિલ સુધીમાં ઉનાળુ વાવેતર 15,458 હેક્ટરમાં નોંધાયું છે. જે ગત વર્ષના આ સમયગાળાના વાવેતર સામે 6693 હેક્ટર ઓછું છે. બાજરીનું 614 હેક્ટર ઘટી 502 હેક્ટરમાં, મગનું 326 હેક્ટર ઘટી 1702 હેક્ટરમાં, અડદનું 143 હેક્ટર ઘટી 550 હેક્ટરમાં, મગફળીનું 1097 હેક્ટર ઘટી 1609 હેક્ટરમાં, તલનું 2273 હેક્ટર ઘટી 4431 હેક્ટરમાં, ડુંગળીનું 42 હેક્ટર ઘટી 451 હેક્ટરમાં અને શાકભાજીનું 858 હેક્ટર ઘટી 1917 હેક્ટરમાં વાવેતર નોંધાયું છે.

ગામડાંઓમાં આ વખતે ખાતર તેમજ અન્ય ખેતીની ચીજવસ્તુઓમાં વધુ પ્રમાણમાં મોંઘવારીનો માર લાગતા તેની અસર ખેતી-વાવેતર પર જોવા મળી રહી છે. ખેડૂતો જણાવે છે કે, ઉનાળુ પાકમાં નિયમિત પિયતને લઇને મુશ્કેલીઓ પડી રહી છે તો વીજળીના ધાંધિયાનો મુદ્દો પણ સંપૂર્ણ ઉકેલાયો નથી.

અન્ય સમાચારો પણ છે...