આજે સ્ટેન્ડિંગ:મવડીના 3 માર્ગને પહોળા કરવા નિર્ણય

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાઈન દોરી નક્કી કરીને મિલકતો કપાત કરાશે

રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મંગળવારે સવારે મળનારી છે જેમાં કુલ 34 દરખાસ્ત છે પણ સૌથી મહત્ત્વની દરખાસ્ત રોડ પહોળા કરવાની છે. કમિશનરે 150 ફૂટ રિંગ રોડ સુધી 3 રસ્તા પહોંચાડવા માટે વોર્ડ નં.12માં અંકુરનગર રોડ, ગોપાલ પાર્ક રોડ અને માધવપાર્કની હયાત રોડને પહોળા કરવામાં આવશે આ માટે જીપીએમસી એક્ટ હેઠળની કલમ 210 હેઠળ લાઈનદોરી નક્કી કરવા માટે મ્યુનિસિપલ કમિશનરે દરખાસ્ત મૂકી છે. આ દરખાસ્ત મંજૂર થતા ત્રણેય રોડ પરની કેટલીક મિલકતો પર કપાત કરાશે અને ત્યારબાદ નિયમ મુજબ વળતર આપીને રોડ પહોળો કરવામાં આવશે.

આ ઉપરાંત 2020 જાન્યુઆરીમાં મનપાએ યોજેલા પતંગ મહોત્સવના દોઢ વર્ષ બાદ મંજૂરી અર્થે બિલ મુકાયા છે. આ ઉપરાંત 2018માં થયેલી એકતા રથયાત્રા અને રન ફોર યુનિટીના બિલ જે હજુ સુધી અટવાયેલા છે તેને મંજૂર કરવા માટે મૂકવામાં આવ્યા છે જ્યારે વોર્ડ નં. 18માં ઠેર ઠેર ડ્રેનેજ કામમાં ખોદકામને કારણે રોડ પર પડેલા ચરેડાને બૂરવા માટે અલાયદા કોન્ટ્રાક્ટ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...