રસીકરણ:ફક્ત બીજો ડોઝ આપવા માટે 3 સેન્ટર રાખવા નિર્ણય લેવાયો, 60 હજાર લોકોને બીજો ડોઝ બાકી

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વેસ્ટ ઝોન, ઈસ્ટ ઝોન તેમજ મેસોનિક હોલમાં રસીકરણ

રાજકોટ શહેરમાં બીજો ડોઝ લેવાનો બાકી હોય તેવા 60 હજારથી વધુ લોકો છે. શહેરને દૈનિક 15000 ડોઝ અપાય છે અને રજાના દિવસે ફક્ત બીજા ડોઝ માટે કેમ્પ પણ રખાયો હતો જોકે તેમાં સાવ પાંખી હાજરી જોવા મળી હતી. જેથી હવે અલગ 3 સેન્ટર શરૂ કરાયા છે. પ્રથમ ડોઝ લેવામાં લોકો ઘણા પરેશાન થયા હતા. વેક્સિન સેન્ટર પર કતારો ઘટતી ન હતી. વહેલી સવારે 6 વાગ્યે લોકો આવી ફૂટપાથ પર બેસી રહેતા હતા. આ ઉપરાંત વેપારીઓને પણ રસી વગર ધંધા બંધ કરાવવાનું જાહેરનામુ આવ્યું હતું.

આ દરમિયાન રસીનો સ્ટોક ઓછો આવતો હતો તેથી લોકોએ રસી લેવામાં પારાવાર મુશ્કેલી ભોગવી હતી. આ બધી મુશ્કેલીઓ જોઈને જેમને રસીનો બીજો ડોઝ લેવાનો છે તેઓ પણ રસી લેવા જતા નથી. તંત્રની અવ્યવસ્થાને કારણે કંટાળી જઈ જ્યાં સુધી પૂરતો સ્ટોક ન આવે ત્યાં સુધી લોકો રાહ જોઈ રહ્યા છે.

આ ખૂબ જ ગંભીર બાબત હોવાથી તંત્રને આખરે બીજા ડોઝ માટે અલગથી સેન્ટર રાખવાનો વિચાર આવ્યો છે. વેસ્ટ ઝોન કચેરી અને ઈસ્ટ ઝોન કચેરી તેમજ સેન્ટ્રલ ઝોન માટે ભૂતખાના ચોકમાં આવેલા મેસોનિક હોલમાં ફક્ત બીજા ડોઝ માટે રસીકરણનું આયોજન કરાયું છે.રાજકોટ જિલ્લામાં ગઈકાલે ગુરુવારે 14,483 લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...