તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હું 28 વર્ષની છું, મારા માતા અને મારી નાની બહેન હનુમાનમઢી વિસ્તારમાં રહીએ છીએ, મારા પિતા સોનીબજારમાં વેપાર કરતા હતા, એક વર્ષ પહેલા તેમનું અવસાન થયું અને નોધારા બની ગયા, મારા પિતા સાથે જ ધંધો કરતા એક વ્યક્તિએ ધંધાના પૈસાની ઉઘરાણી શરૂ કરી, લાખો રૂપિયા માગતાં હોવાની વાતો શરૂ કરી, અમે કંઇ જાણતા નહોતા, એ વ્યક્તિ નાણાં વસૂલવા માટે અમને ધમકાવવા લાગ્યા હતા. હું હોલસેલમાંથી ફરસાણ લઇને છૂટક તેનું વેચાણ કરી અમારું ગુજરાન ચલાવતી હતી, વ્યાજખોરની પઠાણી ઉઘરાણી અમારા માટે અસહ્ય હતી, દર મહિને હું તેને રૂ.45 હજાર વ્યાજ ચૂકવતી, આમ છતાં તે જુદા જુદા ગુનામાં ફિટ કરાવી દેવાની ધમકી આપતા હતા, અને બળજબરીથી બે ચેક પણ લઇ ગયા હતા, એક ચેક રિટર્ન થતાં તેણે ફરિયાદ કરી હતી, દિવસેને દિવસે ત્રાસ વધતો જતો હતો, ચેક રિટર્નની ફરિયાદ થતાં પોલીસ અમને પકડી જશે, તેવો ભય મને મારી નાની બહેન અને માતાને સતત સતાવતો હતો. અમે ત્રણ દિવસ ઘરમાં પૂરાઇ રહ્યા હતા, ઘરની બહાર કોઇ વાહન નીકળે તો અમને લાગતું પોલીસ આવી હશે અમને પકડી જશે, 72 કલાક ભયમાં વિતાવ્યા બાદ અમે સામૂહિક આપઘાતનો નિર્ણય કરી લીધો હતો.
‘પોલીસ પાસે મને મદદની આશા નહોતી’
મેં રાત્રીના સ્યૂસાઇડ નોટ લખી નાખી હતી, અને બીજા દિવસે સવારે સામૂહિક આપઘાતનું મન બનાવી લીધું હતું, મારા એક મિત્રને વાત કરતા તેમણે એક વખત પોલીસ પાસે જવાનું કહ્યું હતું, મને પોલીસ કંઇ ઉપયોગી બનશે તેવી આશા નહોતી, પરંતુ દુનિયા છોડતા પહેલા એક વખત એ પ્રયાસ કરી લેવાનો વિચાર કર્યો, બપોરે 1 વાગ્યે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને પહોંચી હતી, ત્યાં હાજર કોઇ પોલીસમેનને મેં વાત કરતા તેમણે હું વ્યાજ ચૂકવું છું તેના પુરાવા આપવાનું કહ્યું, તેમની વાત સાંભળી હું વધુ હતાશ થઇ હતી, અને ઘરે જઇને આપઘાત કરી લેવાનો વિચાર કરતી હતી તે વખતે જ પીઆઇ કે.એ.વાળા પોલીસ સ્ટેશને તેમની ચેમ્બરમાં આવ્યા હતા, તેમની પાસે હું રજૂઆત કરવા ગઇ હતી, મને કંઇ સૂઝતું નહોતું, હું રડવા લાગી, સાહેબે મને કહ્યું બેટા રડમાં તારી જે સમસ્યા હોય તે કહે, મેં મારી કથની વર્ણવી અને સામૂહિક આપઘાત કરી લેવાનું કહ્યું હતું.
પોલીસે વ્યાજખોરને પોલીસ સ્ટેશન બોલાવી સમજાવ્યો
મારી વાત સાંભળ્યા બાદ પીઆઇ વાળાએ કહ્યું હતું કે, બહેન હવે તું ઘરે જા, ચિંતા કરમાં તારી પાસે કોઇ આવશે નહીં, પીઆઇ વાળાએ વ્યાજખોરને પોલીસ સ્ટેશને બોલાવ્યો હતો અને અમારી સ્થિતિ ધ્યાને લઇને હવે પૈસા નહીં માગવાનું કહેતા તે વ્યક્તિ એ હવે કોઇ દિવસ ઉઘરાણા નહીં કરવાની ખાતરી આપી હતી, મેં પીઆઇ વાળાને કહ્યું કે, ભગવાને મને ભાઇ નથી આપ્યો, પરંતુ આજથી તમે મારા ભાઇ છો, તમે ફરજ દરમિયાન જે પણ શહેરમાં હશો ત્યાં હું રક્ષાબંધને આવીને તમને રાખડી બાંધીશ. પોલીસ માટે સમાજમાં અનેક ગેરમાન્યતા ફેલાયેલી છે, પરંતુ લોકો કોઇ અઘટિત વિચાર કરતા હોય તો તેમણે પોલીસ પાસે પોતાની સાચી વાત રાખવી જોઇએ તેમને સારો ઉકેલ મળશે જ તેવું હું હવે વિશ્વાસ સાથે કહી શકું છું.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.