તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મ્યુકરમાઈકોસિસ:મ્યુકરમાં મૃતાંક છુપાવાનું શરૂ, મોતનો આંક જાહેર કરાતા નથી, 800માંથી 40 જ ડિસ્ચાર્જ, હજુ 700 દાખલ

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોવિડની જેમ જ થાય છે અંતિમ વિધિ

રાજકોટમાં મ્યુકરમાઈકોસિસના કેસ સૌથી વધુ આવ્યા છે અને સૌથી વધુ ઓપરેશન કરવાનો જશ પણ સિવિલ હોસ્પિટલને મળી ચૂક્યો છે પણ હવે સિવિલે કોરોનાની જેમ જ મ્યુકરના મૃતાંક છુપાવવાનું શરૂ કરી દીધું છે અને છેલ્લા દોઢ મહિનામાં કેટલા દર્દીઓના મ્યુકરમાઇકોસિસની સારવાર દરમિયાન મોત થયા તે જાહેર કરાયું નથી.રાજકોટ સિવિલમાં અત્યાર સુધીમાં 800 કરતા વધુ દર્દીઓને દાખલ કરાયા હતા અને 40ને ડિસ્ચાર્જ કરાયા છે હાલ 700 દર્દી સારવાર હેઠળ છે તેથી આ સિવાયના દર્દી ક્યાં ગયા તેનો કોઇ હિસાબ જ નથી.

મ્યુકરમાઈકોસિસના દર્દીઓનાં મોત થાય તો તેમના મૃતદેહોને કોવિડ પ્રોટોકોલની જેમ પ્લાસ્ટિક બેગમાં પેક કરીને સ્મશાન ગૃહ પહોંચાડવામાં આવી રહ્યા છે. મૃતાંક ઓછો જાહેર થાય તે માટે ડેથ ઓડિટ કમિટીને મૂકવામાં આવી છે પણ મ્યુકરમાઈકોસિસમા કો-મોર્બિડિટી પર ઢોળી શકાય તેવું થતું નથી તેથી આ આંક પણ જાહેર કરાયો નથી.

સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. આર. એસ. ત્રિવેદી પાસે મ્યુકરમાઈકોસિસમાં સારવાર દરમિયાન કેટલાનાં મોત થયા અને તેમાંથી ડેથ ઓડિટ કમિટીએ કેટલા મોત મ્યુકર અને કેટલા કો-મોર્બિડથી થયા છે તે પ્રશ્ન કરાતા તેઓ ઉત્તર આપી શક્યા ન હતા.તંત્રએ અગાઉ કોવિડ પોઝટીવ દર્દીના મોતના આંક છુપાવવાનું કારસ્તાન કર્યું હતું ત્યારે હવે મ્યુકરના દર્દીઓના મોત અંગે પણ આંક છુપાવી મૌન સીવી લીધું છે.

અન્ય સમાચારો પણ છે...