તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હે રામ!:રાજકોટ ડેથસ્પોટ તરફ, 12 દિવસમાં 121 લોકોનાં મોત, સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ટપોટપ મૃત્યુ, ગભરાટનો માહોલ

રાજકોટએક મહિનો પહેલા
  • હાલ કોરોના પિક પોઇન્ટ પર, 6 દિવસમાં 85 દર્દીનાં મૃત્યુ થયાં
  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોરોનાની સ્થિતિ બેકાબૂ બની

રાજકોટ શહેરમાં કોરોનાની સ્થિતિ આઉટ ઓફ કંટ્રોલ બની રહી છે. કોરોનાના પોઝિટિવ કેસની સાથોસાથ મૃત્યુઆંકમાં દિન-પ્રતિદિન સતત વધારો થઇ રહ્યો છે. કાળમુખા કોરોનાએ છેલ્લા 12 દિવસમાં 100થી વધુ લોકોનો ભોગ લીધો છે. રાજકોટમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં છેલ્લા 12 દિવસમાં કોરોનાથી 121 લોકોનાં મોત નીપજ્યાં છે, આથી રાજકોટ ફરી ડેથસ્પોટ તરફ આગળ વધી રહ્યું છે. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીનાં ટપોટપ મોતથી શહેરમાં પણ ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે.

6 દિવસ પહેલાં મૃત્યુઆંક સિંગલ ડિજિટ પર હતો
હોળી-ધુળેટીના પર્વ બાદ કોરોનાની સ્થિતિ ગંભીર થતાં કેસની સાથે સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. અગાઉ જે મૃત્યુઆંક સિંગલ ડિજિટ પર હતો, એ આજે સતત છેલ્લા 6 દિવસથી ડબલ ડિજિટમાં આવી રહ્યો છે. આજે 12 દિવસમાં કોરોનાથી કુલ 121 દર્દીનાં મૃત્યુ થયાનો સરકાર તરફથી આંક જાહેર કરવામાં આવ્યો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ટપોટપ મોત થતાં ગભરાટનો માહોલ ફેલાયો છે. હાલ કોરોના પિક પોઇન્ટ પર માનવામાં આવી રહ્યો છે, જેમાં ચાલુ માસ દરમિયાન 6 દિવસમાં 85 દર્દીનાં મૃત્યુ થયાં છે, જેમાં છેલ્લા 24 કલાકમાં 19 દર્દીનાં મૃત્યુ થયાં છે, જે મોત અંગે આખરી નિણર્ય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે.

કંઈ તારીખે કેટલાં મોત

તારીખમૃત્યુઆંક
26 માર્ચ8
27 માર્ચ6
28 માર્ચ4
29 માર્ચ6
30માર્ચ3
31 માર્ચ9
1 એપ્રિલ11
2 એપ્રિલ12
3 એપ્રિલ13
4 એપ્રિલ14
5 એપ્રિલ16
6 એપ્રિલ19
કુલ121
રાજકોટમાં છેલ્લા 12 દિવસમાં 100થી વધુનાં મોત.
રાજકોટમાં છેલ્લા 12 દિવસમાં 100થી વધુનાં મોત.

રાજકોટ જિલ્લામાં કુલ કેસની સંખ્યા 28,083 પર પહોંચી
રાજકોટમાં કોરોનાએ વધુ એક વખત નવો ઉછાળો બતાવ્યો છે. રાજકોટ શહેરમાં સોમવારે નવા 283 અને ગ્રામ્ય વિસ્તારમાં માત્ર 28 કેસ આવતાંં કુલ 311 કેસ નોંધાયા હતા. આ સાથે રાજકોટ જિલ્લામાં કુલ કેસનો આંક 28,083 થયો છે. રાજકોટમાં ધુળેટીના દિવસે કોરોનામાં સૌથી વધુ નવા કેસ નોંધાયા હતા અને ત્યાર બાદથી આ સતત ત્રીજી વખત કોરોનાએ નવી ટોચ બનાવી છે, તેથી આ રીતે કેસની સંખ્યા હજુ પણ વધે અને નવી ટોચ બનાવી શકે છે.

રાજકોટ સ્મશાનમાં અંતિમસંસ્કાર માટે વેઇટિંગ ચાલે છે.
રાજકોટ સ્મશાનમાં અંતિમસંસ્કાર માટે વેઇટિંગ ચાલે છે.

શહેર-જિલ્લાની હોસ્પિટલમાં બેડની સ્થિતિ

હોસ્પિટલકુલ બેડભરેલાં બેડખાલી બેડ
સિવિલ590476114
કુલ ખાનગી88882365
સમરસ1100110
ઈએસઆઈસી41041
કેન્સર હોસ્પિટલ19212864
ગોંડલ હોસ્પિટલ553420
જસદણ હોસ્પિટલ24240
ધોરાજી હોસ્પિટલ703030
કુલ19691525444
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો