તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોતનું તાંડવ:રાજકોટમાં કોરોનાથી મોત વધતા કોર્પોરેશનની તૈયારી, 19 શબવાહિની, 7 સ્મશાન રિઝર્વ, 53 ચિતા 24 કલાક સળગે છે

રાજકોટ2 મહિનો પહેલા
ફાઇલ તસવીર.
  • રાજકોટ કોર્પોરેશને પાંચ શબવાહીની ભાડે રાખી, 19 શબવાહીની કોવિડ માટે રિઝર્વ્ડ

રાજકોટમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. કેસની સાથોસાથ મોતનું તાંડવ જોવા મળી રહ્યું છે. સારવારની તીવ્ર અછતને કારણે રોજ 100થી વધુ દર્દીના મોત થઇ રહ્યાં છે. સરકારી ચોપડે છેલ્લા ત્રણ દિવસમાં 186ના મોત થયા છે. જ્યારે સ્મશાનમાં 200થી વધુના અગ્નિદાહ કરવામાં આવ્યા છે. કોરોના પોઝિટિવ આવતા 60 ટકા જેટલા દર્દીઓને હોસ્પિટલાઇઝ્ડ કરવા પડે તેવો ઘાતક નવો સ્ટ્રેન જોવા મળી રહ્યો છે. રાજકોટમાં કોર્પોરેશને તૈયારી કરી રાખી છે. જેમાં 19 શબવાહિની, 7 સ્મશાન કોવિડ માટે રિઝર્વ રાખ્યા છે. તેમજ 53 ચિતા 24 કલાક સળગે છે.

રાજકોટમાં મનપાએ 5 શબવાહીની ભાડે રાખી
​​​​​​
રાજકોટના મેયર ડો.પ્રદીપ ડવે જણાવ્યું છે કે, રાજકોટ કોર્પોરેશને પાંચ શબવાહીની ભાડે રાખી છે. 19 શબવાહીની કોવિડ રિઝર્વ્ડ રાખવામાં આવી છે. અગ્નિદાહ માટે પરિવારજનોએ રાહ જોવી ન પડે તે માટે શબવાહીની વધારવામાં આવી છે. શહેરના 7 સ્મશાન કોવિડ મૃતદેહોના અંતિમસંસ્કાર માટે રિઝર્વ્ડ રાખવામાં આવ્યા છે.5 ઇલેક્ટ્રિક અને 53 ચિતા પર 24 કલાક અગ્નિદાહ આપવામાં આવી રહ્યો છે.

રાજકોટમાં મોતના સરકારી આંકડા
22 એપ્રિલ- 73
23 એપ્રિલ- 51
24 એપ્રિલ-62
25 એપ્રિલ-49
26 એપ્રિલ- 62

રાજકોટના મેયર ડો.પ્રદીપ ડવ.
રાજકોટના મેયર ડો.પ્રદીપ ડવ.

બહાર ગામથી સારવારમાં આવતા દર્દીના મોતથી સ્મશાનનો આંક વધે છે
બહાર ગામથી સારવાર માટે રાજકોટ આવતા દર્દીઓનું મૃત્યુ થાય તો અહીં જ અંતિમવિધી થતી હોવાથી સ્મશાનનો આંક મોટો હોવાનો તંત્રએ બચાવ કર્યો છે. મેયરે વધુમાં જણાવ્યું છે કે, હોમ ક્વોરન્ટીન દર્દીનું મોત થાય તો કન્સલટન્ટ ખાનગી હોસ્પિટલે જ અંતિમવિધિ માટે શબવાહીની અથવા એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવા આદેશ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...