તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ધટના:બે અલગ અલગ સ્થળે ડૂબી જવાથી બે બાળકનાં મોત

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક બાળક વરસાદી પાણીના ખાડામાં, બીજું બાળક કૂંડીમાં પડી જતાં કાળ આંબી ગયો

શહેરમાં બે અલગ અલગ સ્થળે પાણીમાં ડૂબી જવાથી બે બાળકનાં મોત નીપજ્યા હતા. રાજકોટની ભાગોળે હલેન્ડામાં મહેશભાઇ વલ્લભભાઇ ધાનાણીની વાડીમાં મજૂરી કરતા રતનસિંહ ચૌહાણનો છ વર્ષનો પુત્ર તરુણસિંહ શનિવારે સાંજે વાડીમાં રમતો હતો ત્યારે વાડીમાં ભરાયેલા વરસાદી પાણી ભરેલા ખાડામાં પડી ગયો હતો, પાણીમાં બાળક લાંબો સમય પડ્યો રહ્યો હતો અને બાદ પરિવારજનોનું ધ્યાન પડતાં તેને ઉઠાવી સિવિલમાં ખસેડ્યો હતો પરંતુ બાળકનું મોત નીપજ્યું હતું.

અન્ય એક બનાવમાં મવડી વિસ્તારમાં અંબિકા ટાઉનશિપ પાસે રહેતા કમલેશભાઇ નિનામા અને તેના પરિવારના સભ્યો યુનિવર્સિટી રોડ પરની સાઇટ પર શનિવારે કડિયાકામ કરતા હતા ત્યારે તેમની બે વર્ષની પુત્રી અસ્મિતા નજીકમાં રમતાં રમતાં કૂંડીમાં પડી ગઇ હતી, પુત્રી નજરે નહીં પડતાં પરિવારે શોધખોળ શરૂ કરી હતી અંતે બાળકી કૂંડીમાંથી મળતા હોસ્પિટલમાં ખસેડી હતી પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...