રાજકોટના યાત્રાધામ વીરપુરમાં પૂજ્ય જલારામ બાપાના પરિવારના રસિકબાપાના ધર્મપત્ની હેમલતાબેન ચંદ્રાણીનો 80 વર્ષની વયે દેહવિલય થયો છે. હેમલતાબેન જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપા અને ભરતભાઈ ચંદ્રાણીના કાકી થતા હતા. હેમલતાબેનના દેહવિલયથી વીરપુરના લોકોમાં શોકની લાગણી જોવા મળી રહી છે.
આવતીકાલે 9 વાગ્યે અંતિમાયાત્રા નીકળશે
હેમલતાબેનના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે. આવતીકાલે ગુરૂવારે સવારે 9 વાગ્યે અંતિમયાત્રા નીકળશે. આ અંતિમયાત્રા તેમના નિવાસસ્થાનેથી નીકળશે. કાલે સમગ્ર વીરપુરના વેપારીઓ વેપાર-ધંધા બંધ પાળી શોક વ્યક્ત કરશે. જલારામબાપાના પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
બાપાના દર્શન અને અન્નક્ષેત્ર શરૂ રહેશે
વૈકુઠવાસી હેમલતાબેન ચાંદ્રાણીની પ્રાર્થના સભા આગામી 21 મેએ શનિવારે સાંજે 5.30 વાગ્યે રાખવામાં આવશે. પ્રાર્થનસભા જલારામ બાપાની જગ્યાની ધર્મશાળા શ્રી જલારામ અતિથિગૃહ ખાતે યોજાશે. પૂજ્ય બાપાની જગ્યામાં પૂજ્ય જલારામ બાપાના દર્શન અને અન્નક્ષેત્ર ભાવિકો માટે ખુલ્લા રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.