તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક સદીનો અંત:વાંકાનેરનાં મહારાજા દિગ્વિજયસિંહ ઝાલાનું અવસાન, અંતિમયાત્રા આજે રણજીત વિલાસ પેલેસ ખાતેથી બપોરે બે વાગ્યે નીકળશે

રાજકોટ14 દિવસ પહેલા
 • સુદ્રઢ રાજકીય કારકિર્દી થકી લોકોના દિલમાં હૃદયસ્થ થયા

વાંકાનેર મહારાજા અને કેન્દ્રનાં માજી પર્યાવરણ મંત્રી દિગ્વિજયસિંહ પ્રતાપસિંહ ઝાલાનું 88 વર્ષની આયુએ તારીખ 03/04/2021ની રાત્રેએ ટૂંકી બીમારીથી અવસાન થયું છે. મોરબી જિલ્લાનું વાંકાનેર મચ્છુ કાંઠે વસેલું છે 500 વર્ષ અગાવ આ સિટીની સ્થાપના ઝાલા વંશનાં રાજવીએ કરેલ તેના વંશજ મહારાજા દિગ્વિજસિંહ ઝાલાનાં પિતા પ્રતાપસિંહ ઝાલા ખુબ લાંબું જીવેલ અને 2006 માં તેમનું અવસાન થયું ત્યાં સુધી દિગ્વિજયસિંહબાપુ યુવરાજ તરીકે રહ્યાં હતા ત્યાર બાદ તેઓ વાંકાનેરનાં મહારાજા બનેલ દિગ્વિજયસિંહ ઝાલા રાજકીય રીતે ધારાસભ્ય તરીકે 1962=67 બીજી ટર્મ 1967=72 સુઘી રહ્યાં અને સુરેન્દ્રનગર જિલ્લાનાં સંસદ સભ્ય તરીકે 1980=84 બીજી ટર્મ 1984=89 સુધી રહ્યાં તેનોનાં માતુશ્રી રમાકુમારીબા તેઓના નાના ભાઈ રણજીતસિંહ જેઓ દિલ્હી ખુબ મોટી પદવી પર રહ્યાં હતા તેઓને ત્રણ બહેનો પદમીનીબા (ભુજ), નીલમબા (ભાવનગર), મોહિનીબા(બીજાવાર, મધ્ય પ્રદેશ) દિગ્વિજયસિંહ ઝાલાનું મોસાળ ડુંગરપુર રાજસ્થાન હતું,

તત્કાલીન CM નરેન્દ્ર મોદી સાથે હાલના CM વિજય રૂપાણી ખાસ રિસેપશનમાં આવેલા
તત્કાલીન CM નરેન્દ્ર મોદી સાથે હાલના CM વિજય રૂપાણી ખાસ રિસેપશનમાં આવેલા

રણજિત વિલાસ પેલેસમાં ઘણાં ફિલ્મનાં શૂટિંગો થયાં
તેઓને એક પુત્ર યુવરાજ કેશરીદેવસિંહ ઝાલા જેઓ હાલ B.J.P.માં સક્રિય છે, દિગ્વિજયસિંહ ઝાલા ખુબ મિલનસાર સ્વભાવનાં હતા, તેઓ પ્રકૃતિ પ્રેમી હતા તેઓ ઘોડા રાખતા અને કેન્દ્રમાં પ્રથમ પર્યાવરણ મંત્રી બનેલ તેઓ ખુબ વિદ્વાન ​​​​​​ હતા બધી માહિતી લગભગ મોઢે રાખેને તેના કાર્યકરને નામ જોગ ઓળખે વાંકાનેરનાં ગઢીયા ડુંગર પર બનેલ ભવ્યતાતિભવ્ય રણજિત વિલાસ પેલેસ ખાતે રહેતા હતા ખુબ ભવ્ય આ પેલેસમાં ઘણાં ફિલ્મનાં શૂટિંગો થયાં છે, જાજરમાન વ્યક્તિત્વ ધરાવતા હતા.

રણજિત વિલાસ પેલેસમાં ઘણાં ફિલ્મનાં શૂટિંગો થયાં
રણજિત વિલાસ પેલેસમાં ઘણાં ફિલ્મનાં શૂટિંગો થયાં

તત્કાલીન CM નરેન્દ્ર મોદી ખાસ લગ્ન રિસેપશનમાં આવેલા
અંદાજે 35 વર્ષ અગાવની આ તસવીર જેમાં અમિયલ બાદી અને વાંકાનેરનાં વેપારીનાં એક ફંક્શનમાં પ્રવચન આપતા દેખાય છે, જયારે ગુજરાતનાં CM ચીમનભાઈ પટેલ હતા ત્યારે તરણેતર મેળામાં દિગ્વિજયસિંહ બેઠેલામાં જમણી બાજુથી ત્રીજા કાળા ગોગલ્સ ચશ્મા પહેરેલા છે, થોડા વર્ષો અગાવ વાંકાનેરનાં યુવરાજ કેશરીદેવસિંહનાં લગ્ન થયાં ત્યારે ગુજરાતનાં CM તરીકે નરેન્દ્ર મોદી હતા ત્યારે ખાસ લગ્ન રિસેપશનમાં આવેલ સાથે હાલના CM વિજય રૂપાણી આવ્યા તેની ગ્રુપ તસવીરમાં મોદી પાસે ઉભેલા દિગ્વિજય સિંહ ઝાલા છે, હું વાંકાનેર રાજવી પરિવારનાં લગ્નમાં મુખ્ય તસવીરકાર તરીકે મને બોલાવે ત્યારે નાના ભાઈ રણજીતસિંહ ઝાલાની કુંવરીબાનાં લગ્ન પ્રસંગે મે રણજિત વિલાસ પેલેસનાં બેકગ્રાઉન્ડમાં સહપરિવારની દુર્લભ તસવીર લિધેલ તેમાં ડાબી બાજુ ઉભેલામાં દિગ્વિજયસિંહ ઝાલા વચ્ચે ત્રણ બહેનો પદમીનીબા, મોહીનીબા, નીલમબા, અને જમણી બાજુ રણજીતસિંહ ઝાલા અને બેઠેલામાં પિતા પ્રતાપસિંહ ઝાલા અને માતુશ્રી રમાકુંવરબા છે આ તસવીર અંદાજે 25 વર્ષ અગાવની હશે.

રણજિત વિલાસ પેલેસનાં બેકગ્રાઉન્ડમાં સહપરિવારની દુર્લભ તસવીર
રણજિત વિલાસ પેલેસનાં બેકગ્રાઉન્ડમાં સહપરિવારની દુર્લભ તસવીર

અંતિમયાત્રા આજે રણજિત વિલાસ પેલેસ ખાતેથી બપોરે બે વાગ્યે નીકળશે
વાંકાનેર ખાતે દ્વારકાના શંકરાચાર્યજી આવેલ ત્યારે પિતા પ્રતાપસિંહ ઝાલા સાથે દિગ્વિજયસિંહ ઉભા છે,તેઓ તરણેતર મેળામાં ખુબ જતા ત્યારે મેળામાં માલધારી સાથે ઉભા છે સાથે એન, ડી, એસ, ગોસ્વામીસાહેબ છે, એક તસવીર પોટ્રેટ દિગ્વિજયસિંહ ઝાલાની અને જેમાં પોતે રહેતા તે ભવ્ય રણજિત વિલાસ પેલેસની છે, તેઓનું અવસાન થતા વાંકાનેરનાં નગરજનો દુઃખની લાગણી અનુભવે છે તેઓની અંતિમયાત્રા તારીખ 04/04/2021 રણજિત વિલાસ પેલેસ ખાતેથી બપોરે બે વાગ્યે નીકળશે

(આલેખન અને તસવીરો: ભાટી એન.)

વાંકાનેરનાં વેપારીનાં એક ફંક્શનમાં પ્રવચન આપતા દિગ્વિજયસિંહ
વાંકાનેરનાં વેપારીનાં એક ફંક્શનમાં પ્રવચન આપતા દિગ્વિજયસિંહ
વાંકાનેર ખાતે દ્વારકાના શંકરાચાર્યજી આવેલ ત્યારે પિતા પ્રતાપસિંહ ઝાલા સાથે દિગ્વિજયસિંહ
વાંકાનેર ખાતે દ્વારકાના શંકરાચાર્યજી આવેલ ત્યારે પિતા પ્રતાપસિંહ ઝાલા સાથે દિગ્વિજયસિંહ

ઈંગ્લેન્ડમાં પર્યાવરણ વિષય પર પીએચડી કર્યું’તું
રાજ પરિવારના 15મી પેઢીના રાજવીએ રાજકોટની રાજકુમાર કોલેજથી અભ્યાસની શરૂઆત કરી હતી અને બાદમાં ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીમા પર્યાવરણ વિષયમાં ડબલ પી.એચ. ડી. સુધીનો અભ્યાસ કર્યો હતો. તેઓએ રાજકીય કારકિર્દીની શરૂઆત 1962 કરી હતી. 1962 થી 1971 સુધી વાંકાનેરના ધારાસભ્ય તરીકે રહ્યા હતા તથા 1979 થી 1989 સુધી સુરેન્દ્રનગર બેઠક પરથી કોંગ્રેસમાંથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

અંતિમવિધિમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
અંતિમવિધિમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

વાંકાનેરના રાજવી દિગ્વિજયસિંહજીનો દેહવિલય : શહેર અડધો દિવસ બંધ રહ્યું
વાંકાનેરના 15મી પેઢીના રાજવી તેમજ પૂર્વ કેન્દ્રિય પર્યાવરણ મંત્રી દિગ્વિજયસિંહજી ઝાલાનો 89 વર્ષની વયે જીવનદીપ બુઝાયો હતો. રાજવી પરિવાર સહિત પ્રજાજનોમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી અને સદગત ગામધણીને શ્રધ્ધાંજલિ આપવા વાંકાનેરના વેપારીઓએ અડધો દિવસ ધંધા અને રોજગાર બંધ રાખ્યા હતા.

વાંકાનેર રાજવી પરિવારના હિઝ હાઈનેસ મહારાણા દિગ્વિજયસિંહજી ‍પ્રતાપસિંહજી ‍ઝાલાનો 89 વર્ષની જૈફ વયે શનિવારે રાતે જીવનદીપ બુઝાયો હતો. રવિવારે સ્વર્ગસ્થનો પાર્થિવ દેહ લોકો દર્શન કરી શકે તે માટે બપોરે ૧૨ થી ૨ વાગ્યા સુધી પેલેસ ખાતે રાખવામાં આવ્યો હતો અને ગામધણીના અંતિમ દર્શન માટે લોકો ઉમટ્યા હતા. અમરસિહજી હાઇસ્કુલ સામેના સ્મશાનમાં સંપૂર્ણ માન સન્માન સાથે રાજાનો નશ્વર દેહ પંચ મહાભૂત માં વિલીન થયો હતો. તેમના પુત્ર યુવરાજ કેશરિદેવસિંહ એકમાત્ર વારસ છે.

1989થી ભારતના સૌથી મોટા ક્ષત્રિય સંગઠનના પ્રમુખ પણ હતા
તેઓએ ગુજરાત હેરિટેજ હોટેલ એસોસિએશનના ફાઉન્ડિંગ મેમ્બર તથા પ્રમુખ તરીકેનું પદ ૨૦ વર્ષ શોભાવ્યું હતું.તેમજ રાજકોટની રાજકુમાર કોલેજમાં ટ્રસ્ટી હતા સાથે અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા કે જે દેશનું શૌથી જૂનું અને મોટું ક્ષત્રિય સંગઠન ગણાય છે તેના 1989 થી સતત અત્યાર સુધી પ્રમુખ સ્થાને રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો