અકસ્માત:અકસ્માતમાં ઘવાયેલા એડવોકેટનું મોત

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લીંબડી નજીક ત્રણ દિવસ પૂર્વે વાહન અકસ્માતમાં ઘવાયેલા રાજકોટના એડવોકેટનું મોત નીપજ્યું હતું. નવલનગરમાં રહેતા એડવોકેટ દિનેશભાઇ જગજીવનભાઇ ઝીંઝુવાડિયા (ઉ.વ.58) અને અન્ય બે લોકો ગત તા.8ના રાજકોટથી કારમાં સુરતના ચીખલી ગામે જવા નીકળ્યા હતા. રાત્રીના 11 વાગ્યાના અરસામાં લીંબડીના વસ્તડી નજીક પહોંચ્યા હતા ત્યારે એડવોકેટ દિનેશભાઇની કારને પાછળથી ટ્રકે ઠોકર મારી હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા દિનેશભાઇને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અન્ય બેનો ચમત્કારિક બચાવ થયો હતો. ઘવાયેલા દિનેશભાઇનું ગુરૂવારે રાત્રે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...