કરંટ લાગતા મોત:કપડાં ધોતી વેળા વોશિંગ મશીનમાં વીજકરંટ લાગતા તરુણીનું મોત

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 24 દિવસ પહેલા ઝેરી પાણી પી ગયેલી તરુણીએ દમ તોડ્યો

શહેરમાં જુદા જુદા બે બનાવમાં 15 અને 17 વર્ષની બે તરુણીએ હોસ્પિટલમાં દમ તોડ્યો છે. પ્રથમ બનાવ રેલનગરમાં છત્રપતિ શિવાજી આવાસમાં રહેતા ગનીભાઇ વરિયા નામના પ્રૌઢની 15 વર્ષની પુત્રી આરઝુ શુક્રવારે સાંજે વોશિંગ મશીનમાં કપડાં ધોતી હતી. આ સમયે વોશિંગ મશીનમાંથી કરંટ લાગતા આરઝુ જમીન પર પટકાઇ હતી.

બનાવની પરિવારજનોને ખબર પડતા તુરંત સારવાર માટે ખાનગી બાદ સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી. જ્યાં ટૂંકી સારવારમાં આરઝુએ દમ તોડ્યો હતો. આરઝુ ત્રણ બેન અને એક ભાઇમાં મોટી હતી. પ્રદ્યુમ્નનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી છે. મોરબી રોડ, પંચવટી પાર્ક ડિમ્પલ ભગાભાઇ મકવાણા નામની 17 વર્ષની તરુણી હડાળા ગામે ભાગે વાડી વાવતા મોટા બાપુને ત્યાં રોકાવા ગઇ હતી.

તારીખ 21-4ના રોજ ધોરિયા દ્વારા ખેતરમાં રહેલા પાકને પાણી છોડવામાં આવ્યું હતું. પાણીમાં દવા પણ ભેળવેલી હતી. જે ડિમ્પલને ખબર ન હોય ધોરિયામાંથી પાણી પીતા બેભાન થઇ ગઇ હતી. તુરંત સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી. જ્યાં 24 દિવસની સારવાર કારગત નહિ નિવડતા ડિમ્પલે દમ તોડ્યો છે. જ્યારે કોઠારિયા રોડ, મેહુલનગરમાં રહેતા પ્રવીણભાઇ વલ્લભદાસ સોની નામના વૃદ્ધે સાત દિવસ પહેલા ઘરની અગાશી પર જઇ જાતે જ છરીથી પેટના ભાગે ઘા ઝીંકી દીધા હતા. પરિવારજનો હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં ચાલુ સારવારમાં વૃદ્ધે દમ તોડતા ભક્તિનગર પોલીસે કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...