અકસ્માત:બરફ લેવા જઇ રહેલા યુવાનના બાઇકને બસે ઠોકરે લેતાં મોત, જામનગર રોડ, વ્હોરા સોસાયટી પાસેનો બનાવ

રાજકોટ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેરવા પાસેના અકસ્માતમાં કારસવાર પ્રૌઢનું મોત

અકસ્માતના જુદા જુદા બે બનાવમાં યુવાન અને તરુણનાં મોત નીપજ્યા છે. જામનગર રોડ, વ્હોરા સોસાયટી નજીક એસ.ટી.બસે બાઇકને ઠોકરે ચડાવતા યુવાન ચાલકનું ગંભીર ઇજા થવાથી સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ હોસ્પિટલ દોડી ગઇ હતી. પોલીસ તપાસમાં અકસ્માતમાં મોતને ભેટેલો રૈયાધાર સ્લમ ક્વાર્ટરમાં રહેતો દર્શન બિપીનભાઇ ચૌહાણ હોવાનું જાણવા મળ્યું હતું.

મૃતકના ભાઇ આકાશની પૂછપરછમાં પોતે અયોધ્યા ચોક પાસે નાસ્તાની રેંકડી રાખી વેપાર કરે છે. ત્રણ ભાઇ-બહેનમાં નાના દર્શને ધો.12ની પરીક્ષા આપ્યા બાદ તે નાસ્તાની રેંકડી આવી પોતાને મદદરૂપ થતો હતો. દરમિયાન દર્શનને બરફ લેવા મોકલ્યો હતો. ત્યારે વ્હોરા સોસાયટી પાસે પહોંચતા બસે અકસ્માત સર્જ્યો હતો. પોલીસે આકાશભાઇની ફરિયાદ પરથી એસ.ટી.બસ ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

અકસ્માતનો અન્ય એક બનાવ વાંકાનેર રોડ, ખેરવા ગામ પાસે બન્યો હતો. જેમાં રોડની ગોળાઇ પર ચાલકે કાબૂ ગુમાવતા કાર ધડાકાભેર ઝાડ સાથે અથડાતા કારમાં સવાર ચાલક, તરુણ સહિત પાંચને ઇજા થઇ હતી. જેમાં ગંભીર રીતે ઘવાયેલા જેન્તીભાઇનું ટૂંકી સારવારમાં મોત નીપજ્યું હતું.

અક્સમાતના આ બનાવ અંગે લક્ષ્મીવાડી-7માં રહેતા પ્રકાશભાઇ વ્રજલાલભાઇ ગાંગડિયાએ અકસ્માત સર્જનાર કારચાલક ગિરિશભાઇ ભગવાનજીભાઇ તંતી સામે એરપોર્ટ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...