તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપધાત:આર્થિક ભીંસથી ઝેરી દવા પી લેનાર કોન્ટ્રાક્ટરનું મોત

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરના માધાપર ચોકડી પાસે મહાવીર રેસિડેન્સીમાં રહેતા સિદ્ધાર્થ બાબુભાઇ ટાંક નામના યુવાને ત્રણ દિવસ પહેલા કરેલા આપઘાતના પ્રયાસ બાદ આજે ચાલુ સારવારમાં દમ તોડ્યો છે. ગાંધીગ્રામ પોલીસની તપાસમાં ગત તા.25ના રોજ બાંધકામના વ્યવસાય સાથે જોડાયેલા સિદ્ધાર્થભાઇએ તેના ઘરે ઝેરી દવા પી લીધી હતી. બનાવની પરિવારજનોને જાણ કરતા તુરંત સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. સારવાર દરમિયાન સિદ્ધાર્થભાઇએ પોલીસ નિવેદનમાં જણાવ્યું હતું કે, વૈશ્વિક મહામારીને પગલે બાંધકામના વ્યવસાય ઠપ થઇ જતા આર્થિક સંકડામણનો અનુભવ કરી રહ્યાં હતા. જેને કારણે પગલું ભરી લીધાનું જણાવ્યું હતું. બે ભાઇઓમાં મોટા સિદ્ધાર્થભાઇનાં મોતથી બે સંતાને પિતાની છત્રછાયા ગુમાવી છે.

અન્ય સમાચારો પણ છે...