અકસ્માત:ખૂંટિયો બાઇક સાથે અથડાતા ચાલક યુવકનું પત્ની-પુત્રની નજર સામે મોત

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

રાજકોટ-અમદાવાદ હાઇવે પર રામપરા બેટી નજીક રસ્તા પર દોડીને આવેલો ખૂંટિયો બાઇક સાથે અથડાતા બાઇકચાલક ચોટીલાના કાળાસરના યુવકનું મોત નીપજ્યું હતું, જ્યારે તેના પત્ની અને પુત્રને ઇજા થતાં બંનેને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ચોટીલાના કાળાસર ગામે રહેતો જયસુખ છગનભાઇ કુકડિયા (ઉ.વ.30) તેના પત્ની ગીતાબેન (ઉ.વ.28) અને તેનો પુત્ર ચેતન (ઉ.વ.7) કાળાસરથી બાઇકમાં રાજકોટ નવાગામ આવવા નીકળ્યા હતા અને રામપરા બેટી ગામ પાસે પહોંચ્યા હતા ત્યારે રસ્તા પર ઓચિંતો ખૂંટિયો દોડી આવ્યો હતો અને બાઇક સાથે અથડાયો હતો.

ખૂંટિયો અથડાતા જયસુખ અને તેના પત્ની, પુત્ર રસ્તા પર ફંગોળાયા હતા. ગંભી રીતે ઘવાયેલા બાઇકચાલક જયસુખનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા અને ઘવાયેલા ગીતાબેન અને તેના પુત્ર ચેતનને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયસુખ બે ભાઇ અને એક બહેનમાં મોટો હતો અને ખેતીકામ કરતો હતો, રવિવારે પત્ની અને પુત્રને લઇ નવાગામ રહેતા સાસુના ઘરે શાકબકાલુ આપવા આવતા હતા ત્યારે અકસ્માત નડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...