દુર્ઘટના:કૂવો ગાળી રહેલા યુવક પર પથ્થર પડતાં મોત, પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કલ્યાણપુરના દેવળિયા ગામે કૂવો ગાળી રહેલા યુવક પર પથ્થર પડતાં ઇજા થવાથી તેનું રાજકોટ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. દેવળિયા ગામે રહેતા લખાભાઇ ચનાભાઇ વેગડા (ઉ.વ.40) બે દિવસ પૂર્વે દેવળિયાના જ ઘેલુભાઇ લાખાભાઇની વાડીઅે કૂવો ઊંડો ઉતારવાની કામગીરી કરી રહ્યા હતા ત્યારે ઉપરથી એક મોટો પથ્થર તેમના માથા પર પડ્યો હતો. અચાનક આવેલા પથ્થરથી ઘવાયેલા લખાભાઇને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. મજૂરી કામ કરી ગુજરાન ચલાવતાં લખાભાઇનાં મોતથી વેગડા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...