તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તબીબની બેદરકારીનો આક્ષેપ:સગર્ભાને સિઝેરિયન માટે એનેસ્થેસિયા અપાયા બાદ મોત, બાળકનું પણ મૃત્યુ

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ધોરાજીની ખાનગી હોસ્પિટલમાં તબીબની બેદરકારીનો આક્ષેપ
  • પુત્રને જન્મ આપ્યાના આઠમા દી’એ જનેતાએ અનંતની વાટ પકડી

ધોરાજીની સગર્ભાને સિઝેરિયન માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, સિઝેરિયન માટે તબીબે એનેસ્થેસિયા આપતા તબિયત લથડી હતી અને પરિણીતાનું મોત નીપજ્યું હતું. ગર્ભસ્થ શિશુનું પણ મૃત્યુ થયું હતું. તબીબોની લાપરવાહી અંગે પરિવારજનોએ આક્ષેપ કરતાં મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટમાં ખસેડવામાં આવ્યો હતો.

ધોરાજીની વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા અલ્પેશભાઇ રામનાથસિંહ યાદવના પત્ની સમિતા (ઉ.વ.23)ને ગત તા.31ની રાત્રે દશેક વાગ્યે ધોરાજીમાં ડો.તૃપ્તી આંટાળાની હોસ્પિટલમાં પ્રસૂતિ અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. તા.1ના સિઝેરિયનથી પ્રસૂતિ નક્કી કરવામાં આવી હતી અને સમિતાને એનેસ્થેસિયા અપાતા તેની તબિયત લથડી હતી અને મૃત્યુ થયું હતું. યાદવ પરિવારે તબીબોની લાપરવાહીનો આક્ષેપ કર્યો હતો, આક્ષેપમાં કહ્યું હતું કે, એનેસ્થેસિયા આપવામાં લાપરવાહી દાખવવામાં આવતા સમિતા અને ગર્ભસ્થ શિશુનું મૃત્યુ થયું હતું. આક્ષેપને પગલે પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવા લાશને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી.

અન્ય એક બનાવમાં સાયલાના નાનકડા ગામે રહેતી અંજુબેન દાનાભાઇ તલસાણિયા (ઉ.વ.21) બુધવારે પોતાના ઘરે બેભાન થઇ જતાં બેભાન હાલતમાં તેનું મોત નીપજ્યું હતું. મોતનું કારણ જાણવા પોલીસે લાશને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડી હતી. અંજુબેને ગત તા.25ના પુત્રને જન્મ આપ્યો હતો. પ્રસૂતિ બાદ તેની તબિયત સારી રહેતી નહોતી અને બુધવારે તેનું મૃત્યુ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...