રાહત:ડ્રાઇવિંગ લાઇસન્સ, RC બુકની મુદત 31 ડિસે. સુધી લંબાવાઇ

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાને પગલે વાહનમાલિકો માટે ડ્રાઇવિંગ લાઇસન્સ, આરસી બૂક, ફિટનેસ સર્ટિફિકેટ અને પરમિટ સહિતના દસ્તાવેજોની મુદત 31 ડિસેમ્બર 2020 સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો છે. અગાઉ તમામ દસ્તાવેજોની મુદ્દત 30 સપ્ટેમ્બર સુધી લંબાવાઈ હતી. હવે તેમાં વધુ ત્રણ મહિનાનો વધારો કરાયો છે. દસ્તાવેજોની મુદત પૂર્ણ થઇ ગઇ હશે તો પણ તેની વેલિડિટી 31 ડિસેમ્બર, સુધી માન્ય ગણાશે. બીજી તરફ લર્નિંગ લાઇસન્સની મુદતમાં કોઇ વધારો નહીં કરવાનું જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...