નિષ્ઠુર જનેતા:રાજકોટમાં સંતકબીર રોડ પર RMCના ડેલમાંથી નવજાત શિશુનું મૃત ભ્રુણ મળ્યું, પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
RMCના ડેલામાંથી મૃત ભ્રુણ મળી આવ્યું - Divya Bhaskar
RMCના ડેલામાંથી મૃત ભ્રુણ મળી આવ્યું

રાજકોટ શહેરના સંતકબીર રોડ પર આવેલ RMCના ડેલામાંથી મૃત હાલતમાં ભ્રુણ મળી આવ્યું છે. જેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે મૃત હાલતમાં મળી આવેલ ભ્રુણ અંગે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.

ભ્રુણ લગભગ 5 મહિના આસપાસ હોવાનું અનુમાન
રાજકોટમાં વધુ એક વખત મૃત હાલતમાં ભ્રુણ મળી આવ્યું છે. રાજકોટ શહેરના સંતકબીર રોડ પર આવેલ RMCના ડેલમાંથી એક ભ્રુણ હોવાની જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. સ્થળ પર પહોંચી તપાસ કરતા આ ભ્રુણ મૃત હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું. આ ભ્રુણ લગભગ 5 મહિના આસપાસ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. આ ભ્રુણ કોણ નાખી ગયું? તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.
પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.

સીસીટીવી ચેક કરવા પોલીસે તજવીજ હાથ ધરી
ઉલ્લેખનીય છે કે આજ રોજ સવારે મળી આવેલ ભ્રુણ લગભગ પાંચેક માસનું હોવાનું જણાય છે. જેથી આસપાસમાં કોઈ સગર્ભા હતું કે કેમ તેની તપાસ કરવામાં આવશે. ઉપરાંત રાતના સમયે કે વહેલી સવારે કોઈ ભ્રુણ નાખી ગયું હોવાનું અનુમાન છે જેથી આસપાસના સીસીટીવી ચેક કરવા પોલીસે તજવીજ હાથ ધરી છે.