બેંક મેનેજરે જીવન ટૂંકવ્યું:જેતપુરમાં જૂનાગઢની બેન્ક ઓફ બરોડાની બ્રાન્ચના મેનેજરની લાશ મળી, પાંચ વ્યક્તિના ત્રાસથી આપઘાત કર્યાનો અંતિમ ચિઠ્ઠીમાં ઉલ્લેખ

રાજકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૃતક બેંક મેનેજર સંજયભાઈ બળવંતરાયની ફાઇલ તસવીર. - Divya Bhaskar
મૃતક બેંક મેનેજર સંજયભાઈ બળવંતરાયની ફાઇલ તસવીર.

જેતપુરના જૂનાગઢ રોડ પર તત્કાલ ચોકડી પાસે એક બંધ કારમાં જૂનાગઢની બીઓબી બેંકના મેનેજરની લાશ મળી હતી. કારમાંથી મળેલ સુસાઇડ નોટમાં પાંચ વ્યક્તિઓના ત્રાસને કારણે પોતે ઝેરી દવા પિયને આપઘાત કર્યાનું લખ્યું છે.

જેતપુરમાં બેન્ક કર્મચારીઓ પર આફત આવી પડી હોય તેમ છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ બનાવો નોંધાયા હતાં. જેમાં એક બેન્ક કર્મી. મહિલાના ગળામાંથી સોનાના ચેઇનની ચીલઝડપ, ત્યારબાદ બેન્કમાંથી બેંકના જ એક કર્મચારી દ્વારા લાખો રૂપિયાની ઉચાપત અને આજે બેન્કના મેનેજરે પાંચ શખ્સોને ત્રાસને કારણે આપઘાત કરી લીધાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.

જેતપુર શહેરના તત્કાલ ચોકડી પાસે જૂનાગઢ રોડ પર એક બંધ મોટર કારમાં કોઈ પ્રૌઢની લાશ પડી હોવાનું સીટી પોલીસને જાણવા મળ્યું હતું. જેથી સીટી પીઆઇ પી. ડી. દરજી પોતાના સ્ટાફ સાથે બનાવ સ્થળે જઈને કાર ખોલીને તપાસ કરતા એક અજાણ્યા પ્રૌઢનો મૃતદેહ પડેલ હતો. અને તેની પાસે બે કવર પડેલ હતા. જે પોલીસે કબ્જે લઈ વધુ તપાસ કરતા મૃતકની ઓળખ મળી હતી. મૃતક જૂનાગઢની બેન્ક ઓફ બરોડામાં મેનેજર તરીકે ફરજ નિભાવતા માણસા તાલુકાના વેડા ગામના વતની સંજયભાઈ બળવંતરાય બ્રહ્મભટ્ટ બારોટ (ઉંમર વર્ષ-53) વાળા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે મૃતકના પત્નીને જાણ કરતા તેમની પત્ની પારુલબેન અને પુત્ર સાહિલ જેતપુર આવ્યા હતાં.

આ કારમાંથી બેંક મેનેજરની લાશ મળી હતી.
આ કારમાંથી બેંક મેનેજરની લાશ મળી હતી.

મૃતકના પરીવારજનો પાસેથી જાણવા મળતી વિગત મુજબ મૃતક પાસે પોલીસને કવર મળેલ તેમાં એકમાં રાજકોટના ડીવાયએસપી પીરોજીયા સાહેબને ઉદ્દેશીને લખેલ હતું. જેમાં તેમના મોત બાદ તેમને આપઘાત કરવા માટે મજબૂર કરનારને સજા અપાવવામાં પોતાના પરીવારજનોને મદદ કરવાનું લખેલ હતું. જ્યારે એજ કાળા કલરની ડાયરીમાં 14 પેઇજની સુસાઇડ નોટ લખેલ હતી. જેમાં પોતાને તેમજ પોતાના ભાઈઓ ઉપર 420 ની ખોટા કેઇસ કરીને ગત તારીખ ૧૧-૯ના રોજ પોતાના નાના ભાઈ કનક બારોટ સાથે વિજાપુર જેલમાં મોકલી દીધો હતો. જેના આઘાતમાં તેમના પિતાનું અવસાન થઈ ગયું. પિતાની અંતિમ ક્રિયા માટે કોર્ટે ગત તારીખ ૨૫-૯ના રોજ પંદર દિવસના વચગાળાના જામીન આપેલ હતાં. અને આ જામીનની મુદત 9-10 સુધીના પુરી થતી હોવાથી તેમને ફરી જેલમાં જવાનું હતું.

જેથી પોતાના પરીવારને વર્ષોથી ત્રાસ આપી ખોટા કેઇસમાં ફિટ કરાવી માનસીક ત્રાસ આપનાર પોતાના જ ગામ વેડાના હસમુખ અમૃતલાલ બારોટ તેમનો પુત્ર હાર્દિક,, રાકેશ નરનારાયણ બારોટ, ગૌરાંગ પ્રવીણ બારોટ તેમજ પિલવાઈ ગામનો તનાભાઈ રૂગનાથભાઈ બારોટના ત્રાસથી પોતે આપઘાત કરતા હોવાનું લખ્યું હતું. તેમજ આ તમામને આકરી સજાની માંગણી કરી હતી.