તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના મહામારીમાં કોણ સાચુ અને કોણ ખોટુ તેવી પરિસ્થિતિ વચ્ચે રાજકોટ સિવિલ હોસ્પિટલનો એક વીડિયો વાઇરલ થયો છે. વાઇરલ વીડિયોમાં કોરોનાના મૃતદેહ માટે સ્મશાનમાં જગ્યા ન હોવોનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. સ્મશાને જગ્યા ન હોવાથી કોરોના મૃતકોના મૃતદેહોના સિવિલમાં ઢગલા થયા હોય તેવું પણ વીડિયો મારફત બહાર આવ્યું છે. હોસ્પિટલ ખાતે હાજર સિક્યુરિટી ગાર્ડ અને દર્દીના પરિવારજનો વચ્ચે વાતચીતમાં સિક્યુંરિટી ગાર્ડ સ્મશાનમાં જગ્યા ન હોવાનો ઉલ્લેખ કરી રહ્યા છે. તેમજ સ્મશાને લઇ જવા માટે પણ 3થી 4 કલાકનું વેઇટિંગ હોવાનું વીડિયોમાં સિવિલ હોસ્પિટલનો સ્ટાફ બોલી રહ્યો છે.
મૃતદેહ મેળવી અંતિમસંસ્કાર માટે પણ રાહ જોવી પડે છે
રાજકોટ સિવિલ હોસ્પિટલ કોઇને કોઇ રીતે વિવાદોના ઘેરામાં સપડાયા કરે છે. આજે ફરી એક વખત મૃતદેહને લઇ સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીના ટપોટપ થતા મૃત્યુને લઇ સ્મશાનમા જગ્યા ન હોવાનું ખુદ સિવિલ હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ દર્દીના સંબંધીને જણાવી રહ્યાં છે. મૃત્યુ થયાના 3થી 4 કલાક બાદ મૃતદેહ લેવા આવવા તંત્ર દ્વારા દર્દીના સંબંધીઓને કહેવામાં આવી રહ્યું છે. જેમાં મૃતદેહ મેળવી અંતિમસંસ્કાર માટે પણ રાહ જોવી પડે છે તે તો આ વાઇરલ વીડિયો પરથી સ્પષ્ટ થઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે સરકારી આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં 24 દર્દીના મોત થયા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે એટલે કે રાજકોટમાં દર એક કલાકે એક દર્દીનું મૃત્યુ થાય છે તે વાત ચોક્કસ છે.
સિક્યુરિટી ગાર્ડે કહ્યું- માત્ર સિવિલમાંથી બોડી જાય તેવું થોડુ છે
દર્દીના સગા પૂછપરછ બારીએ પોતાના સ્વજનની અંતિમક્રિયા માટે સ્મશાને મૃતદેહ લઇ જવા માટે સ્ટાફને કહે છે. ત્યારે એક સિક્યુરિટી ગાર્ડ આવે છે અને દર્દીના સગાને સમજાવે છે કે, તમારા સ્વજનની બોડી પહેલા હજી ચાર બોડી વેઇટિંગમાં છે. રાજકોટમાં માત્ર સિવિલ હોસ્પિટલમાંથી જ મૃતદેહો જાય તેવું થોડુ છે. ખાનગી હોસ્પિટલોમાંથી પણ બોડીઓ સ્મશાને આવી રહી છે. આથી તમે રાહ જુઓ અને બોલાવે ત્યારે આવજો. ત્યારે પૂછપરછ બારીમાંથી સ્ટાફ કહે છે કે, ત્રણથી ચાર કલાક હજુ વાર લાગશે.
રાજકોટમાં 13 દિવસમાં 145 દર્દીના મોત
હોળી-ધુળેટીના પર્વ બાદ કોરોનાની સ્થિતિ ગંભીર થતાં કેસની સાથે સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. અગાઉ જે મૃત્યુઆંક સિંગલ ડિજિટ પર હતો, એ આજે સતત છેલ્લા 7 દિવસથી ડબલ ડિજિટમાં આવી રહ્યો છે. છેલ્લા 13 દિવસમાં કોરોનાથી કુલ 145 દર્દીનાં મૃત્યુ થયાનો સરકાર તરફથી આંક જાહેર કરવામાં આવ્યો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ટપોટપ મોત થતાં ગભરાટનો માહોલ ફેલાયો છે. હાલ કોરોના પિક પોઇન્ટ પર માનવામાં આવી રહ્યો છે, જેમાં ચાલુ માસ દરમિયાન 6 દિવસમાં 85 દર્દીનાં મૃત્યુ થયાં છે, જેમાં છેલ્લા 24 કલાકમાં 24 દર્દીનાં મૃત્યુ થયાં છે, જે મોત અંગે આખરી નિણર્ય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે.
કંઈ તારીખે કેટલાં મોત
તારીખ | મૃત્યુઆંક |
26 માર્ચ | 8 |
27 માર્ચ | 6 |
28 માર્ચ | 4 |
29 માર્ચ | 6 |
30માર્ચ | 3 |
31 માર્ચ | 9 |
1 એપ્રિલ | 11 |
2 એપ્રિલ | 12 |
3 એપ્રિલ | 13 |
4 એપ્રિલ | 14 |
5 એપ્રિલ | 16 |
6 એપ્રિલ | 19 |
7 એપ્રિલ | 24 |
કુલ | 145 |
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.